શોધખોળ કરો
IND vs NZ: ચોથી વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો પરાજય, ન્યુઝીલેંડે ભારતને 19 રને હરાવ્યું
1/4

રાંચી: ચોથી વનડેમાં ન્યુઝીલેંડે ભારતને 19 રને હરાવ્યું છે. ન્યુઝીલેંડે આપેલા 262 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતે 48.4 ઓવરમાં 241 રન બનાવી આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ચોથી વન-ડેમાં જીત મેળવી ન્યૂઝીલેન્ડે 5 મેચની શ્રેણીમાં 2-2થી બરાબરી કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી સાઉથીએ સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અજિન્કિય રહાણેએ સૌથી વધારે 57 રન બનાવ્યા હતા. સીરિઝની પાંચમી અને નિર્ણાયક વન-ડે 29 ઓક્ટોબરના રોજ રમાશે. ભારત તરફથી રોહિત શર્મા ફરી ફ્લોપ સાબિત થતા 11 રને આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી 45 રને આઉટ થયો હતો. અજિંક્ય રહાણે પણ 57 રને આઉટ થયો હતો, મહેન્દ્ર સિંહા ધોની પણ 11 રને આઉટ થયો હતો. તેના બાદ મનિષ પાંડે પણ 11 રને આઉટ થયો હતો. જાધવ પણ 0 રને આઉટ થયો હતો. ત્યારબાદ પાંડે પણ 9 રને આઉટ થયો હતો. અમિત મિશ્રા 15 રને આઉટ થયો હતો. અક્ષર પટેલ પણ 38 રને આઉટ થયો હતો.
2/4

ભારત સામેની ચોથી વન-ડેમાં ન્યૂઝિલેન્ડે માર્ટિન ગુપ્ટિલના 72 અને કેન વિલિયમસનના 41 રનની મદદથી ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 260 રન બનાવ્યા હતા. જેથી ટીમ ઈંડિયાને જીતવા ન્યુઝીલેંડે 261 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત તરફથી અમિત મિશ્રાએ સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવ, કુલકર્ણી, અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી.
Published at : 26 Oct 2016 06:49 AM (IST)
View More





















