શોધખોળ કરો
Advertisement
ન્યૂઝીલેન્ડ સામે વન ડે બાદ ટેસ્ટ શ્રેણીમાં ભારતના વ્હાઇટવોશ માટે આ 3 કારણો રહ્યા જવાબદાર, જાણો
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત સળંગ બીજી ટેસ્ટ હાર્યુ.
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડે ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટમાં ભારતને 7 વિકેટે હરાવી સીરિઝ 2-0થી પોતાના નામે કરવાની સાથે વન ડે બાદ ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતનો વ્હાઇટ વોશ કર્યો હતો. બીજી ટેસ્ટમાં ભારતીય બોલર્સે ન્યૂઝીલેન્ડને 235 રનમાં ઓલઆઉટ કરી ભારતને 7 રનની લીડ અપાવી હતી, પરંતુ બેટ્સમેનો બીજી ઈનિંગમાં ખાસ ઉકાળી ન શકતા ભારતની ભૂંડી હાર થઈ હતી. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત સળંગ બીજી ટેસ્ટ હાર્યુ હતું.
નવી ઓપનિંગ જોડીઃ પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલની નવી ઓપનિંગ જોડી ન્યૂઝીલેન્ડ સામે કંઈ ખાસ ઉકાળી શકી નહોતી. બંને ઓપનરોએ 4 ઈનિંગમાં મળી 1-1 ફિફ્ટી મારી હતી. તેઓ ભારતને મજબૂત શરૂઆત અપાવી શક્યા નહોતા. જે બાદ મિડલ ઓર્ડરના બેટ્સમેનો પણ લાંબી ઈનિંગ રમી શક્યા નહોતા. વન ડાઉન પુજારા, ચોથા ક્રમે કોહલી, પાંચમા ક્રમે રહાણે, છટ્ઠા નંબરે વિહારી, સાતમા ક્રમે પંત, આઠમા ક્રમે અશ્વિન/જાડેજા ઉપયોગી બેટિંગ કરી શક્યા નહોતા.
પૂંછડિયા બેટ્સમેનો પડ્યા ભારેઃ ભારતને દર વખતની જેમ આ સીરિઝમાં પણ પૂંછડીયા બેટ્સમેનો ભારે પડ્યા હતા. બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ન્યૂઝીલેન્ડે 153 રન પર વિકેટ ગુમાવી દીધા બાદ પૂંછડીયા બેટ્સમેનો 235 રન સુધી ઈનિંગ ખેંચી ગયા હતા. પ્રથમ ટેસ્ટમાં પણ ન્યૂઝીલેન્ડના છેલ્લા ત્રણ બેટ્સમેનોએ 123 ઉમેર્યા હતા. બંને ટીમ વચ્ચે પૂંછડીયા બેટ્સમેનોની બેટિંગ હારનું સૌથી મોટું કારણ હતું.
ટીમ પસંદગીમાં ખાધો મારઃ કોહલીએ ટીમ પસંદગીમાં પણ માર ખાધો હતો. બંને ટેસ્ટમાં તેણે ભારતના ટેસ્ટ અનુભવી વિકેટકિપર બેટ્સમેન સાહાના બદલે પંત પર ભરોસો મુક્યો હતો. પંત કેપ્ટનના ભરોસા પર ખરો ઉતરી શક્યો નહોતો. બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ પાંચ ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતર્યુ હતું, જ્યારે ભારત એક સ્પિનર અને ત્રણ ફાસ્ટ બોલર સાથે ઉતર્યુ હતું.
દક્ષિણ આફ્રિકા સામેની વન ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયામાંથી આ ખેલાડીઓની થઈ શકે છે હકાલપટ્ટી, જાણો કોને મળશે મોકો
ભારત પ્રવાસ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ જાહેર, આ દિગ્ગજોની થઈ વાપસી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement