શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, આ આક્રમક બેટ્સમેન થઈ શકે છે બહાર
યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ ગુરુવારે પ્રેક્ટિસ માટે મેદાનમાં આવ્યો નહોતો.
ક્રાઇસ્ટચર્ચઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની અંતિમ ટેસ્ટ ક્રાઈસ્ટચર્ચમાં 29 ફેબ્રુઆરીથી રમાશે. ભારત પ્રથમ મેચ 10 વિકેટથી હારી ચુક્યુ હોવાથી શ્રેણી સરભર કરવા અને વ્હાઇટવોશથી બચવા જીતવું જરૂરી છે. પરંતુ બીજી ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ માટે માઠા સમાચાર છે.
પ્રેક્ટિસમાં ન આવ્યો શૉ
યુવા ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ ગુરુવારે પ્રેક્ટિસ માટે મેદાનમાં આવ્યો નહોતો. તેના પગમાં સોજો છે. આજે તેનો રિપોર્ટ કરવામાં આવશે, જે બાદ પગમાં સોજાનું કારણ જાણી શકાશે. મેડિકલ રિપોર્ટના આધારે શુક્રવારના પ્રેક્ટિસ સેશન દરમિયાન બીજી ટેસ્ટમાં ટીમમાં રહેશે કે નહીં તેનો ફેંસલો લેવામાં આવશે. જો શુક્રવારે બેટિંગ કરતી વખતે તે સંપૂર્ણ ફિટ નહીં હોય તો ટીમમાં સામેલ નહીં કરવામાં આવે.
મયંકને મળશે વધુ એક નવો પાર્ટનરNew Zealand: Indian cricket team during a practice session in Christchurch ahead of the second test match scheduled at Hagley Oval on February 29. pic.twitter.com/2TSXEto5SV
— ANI (@ANI) February 27, 2020
આજે પ્રેકટિસ દરમિયાન શુભમન ગિલે પણ નેટ પર સારો સમય વીતાવ્યો હતો. શૉ અનફિટ જાહેર થશે તો મયંક અગ્રવાલ વધુ એક નવા પાર્ટનર સાથે ઓપનિંગની શરૂઆત કરી શકે છે. પ્રેક્ટિસ દરમિયાન મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ ગિલ પર વધારે ધ્યાન આપ્યું હતું.
પ્રથમ ટેસ્ટમાં શૉ ગયો હતો ફેલ
પૃથ્વી શૉ પ્રથમ ટેસ્ટમાં બેટિંગમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહોતો. તેણે પ્રથમ ઈનિંગમાં 16 અ બીજી ઈનિંગમાં 14 રન બનાવ્યા હતા. તેમ છતાં કેપ્ટન વિરાટ કોહલીએ તેના પર ભરોસો જાળવી રાખ્યો હતો. ટેસ્ટ મેચ બાદ કોહલીએ કહ્યું હતું કે, શો આક્રમક બેટ્સમેન છે અને જો તે ફિટ રહેશે તો તેને જરૂર મોકો આપવામાં આવશે.
અમેરિકા પરત ફરીને ઈવાન્કાએ શેર કરી ખાસ તસવીરો, ભારતને લઈ કહી આ મોટી વાત
ગ્લેન મેક્સવેલ બનશે ભારતનો જમાઈ, આ ભારતીય યુવતી સાથે કરશે લગ્ન, જાણો વિગતે
મંદી છતાં ભારતમાં દર મહિને 3 નવા અબજપતિ ઉમેરાયા, મુકેશ અંબાણી સૌથી ધનિક, અમદાવાદમાં કેટલા છે અબજપતિ ? જાણો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion