શોધખોળ કરો

Maharashtra: કોણ બનશે મુખ્યમંત્રી? મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરે-એકનાથ શિંદેના નામના લાગ્યા પોસ્ટર

Maharashtra Assembly Election Result 2024: મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા શિવસેના UBT ઉદ્ધવ ઠાકરે અને શિવસેના એકનાથ શિંદેના મુખ્યમંત્રી તરીકેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

Maharashtra Vidhan Sabha Chunav Result 2024: મહારાષ્ટ્રની 288 બેઠકો માટે આજે પરિણામનો દિવસ છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી ચાલુ છે. રાજ્યમાં પ્રારંભિક વલણોમાં એનડીએ આગળ છે. આ દરમિયાન, શિવસેના યુબીટી ચીફ ઉદ્ધવ ઠાકરેના પોસ્ટર લગાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે. તાજેતરની માહિતી અનુસાર માતોશ્રીની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેના પર 'પરિવારના વડા ફરીથી મુખ્યમંત્રી બનશે' લખેલું છે.

બીજી તરફ થાણેથી સીએમ એકનાથ શિંદેના પોસ્ટરની તસવીરો સામે આવી રહી છે. અહીં શિવસેનાના કાર્યકરોએ ‘ ફરી એકવાર શિંદે સરકાર’નું પોસ્ટર લગાવ્યું છે.

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે કે રાજ્યમાં કોઈ રાજકીય શક્યતા નકારી શકાય તેમ નથી. પરિણામ કોની તરફેણમાં આવશે તે તો આવતીકાલે જ ખબર પડશે, પરંતુ તે પછી શું થશે અને કોણ કોની સાથે સરકાર બનાવશે કે નહીં તે જાણવું મુશ્કેલ છે. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા નારાયણના નિવેદને ચૂંટણી પરિણામો પહેલા હલચલ મચાવી દીધી હતી.

હકીકતમાં, એબીપી માઝા સાથે વાત કરતા નારાયણ રાણેએ કહ્યું, "શરદ પવાર પણ મહાયુતિ સાથે આવી શકે છે. શરદ પવાર એક સ્માર્ટ નેતા છે અને તેઓ પોતાની પાર્ટીના ધારાસભ્યોના હિતમાં ગમે ત્યારે નિર્ણય લઈ શકે છે."

નારાયણ રાણેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ગણતરીના કલાકો જ બાકી છે. આ સિવાય તેમણે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ થઈ જશે. પૂર્વ સીએમની ટીકા કરતા રાણેએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે માત્ર બે દિવસ માટે જ મંત્રાલય ગયા હતા.

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

જો કે, હાલમાં મહાગઠબંધનમાં સમાવિષ્ટ ભાજપ, એનસીપી અજીત જૂથ અને શિવસેના શિંદે જૂથ વચ્ચે કોઈ જાહેર વાતચીત થઈ નથી. જોકે, બીજેપીના વરિષ્ઠ નેતા અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે તેમના નિવાસસ્થાન સાગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે બપોરે પરિણામો સ્પષ્ટ થયા બાદ મહાગઠબંધન પક્ષો અપક્ષો અને બળવાખોરો સાથે વાતચીત શરૂ કરશે. મહાયુતિમાં જવાની સંભાવનાને લઈને શરદ પવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ માત્ર નારાયણ રાણેનો દાવો છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો શનિવારે એટલે કે 23 નવેમ્બરે આવશે. તે જ દિવસે રાજસ્થાન અને યુપીમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો પણ આવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો પહેલા આવેલા એક્ઝિટ પોલે બધાને ચોંકાવી દીધા હતા. મોટાભાગના એક્ઝિટ પોલ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં એનડીએ સરકારની રચના તરફ ઈશારો કરી રહ્યા છે. તે જ સમયે, હવે ફલોદી સટ્ટા બજાર દ્વારા ચૂંટણી પરિણામોને લઈને કરાયેલી આગાહીઓ વધુ ચોંકાવનારી છે.

આ પણ વાંચો....

Wayanad By Election Results 2024: વાયનાડમાં શરૂઆતના વલણોમાં પ્રિયંકા ગાંધીએ મેળવી લીડ, 460 મતથી આગળ

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Putin India Visit Live: વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસ જવા રવાના, પીએમ મોદી સાથે કરશે મોટી બેઠક
Putin India Visit Live: વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસ જવા રવાના, પીએમ મોદી સાથે કરશે મોટી બેઠક
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Advertisement

વિડિઓઝ

Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : સત્યમેવ જયતે
Hun To Bolish : હું તો બોલીશ : કૃષ્ણના નામે 'લાલા'નો વેપાર !
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિના ખેલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit Live: વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસ જવા રવાના, પીએમ મોદી સાથે કરશે મોટી બેઠક
Putin India Visit Live: વ્લાદિમીર પુતિન હૈદરાબાદ હાઉસ જવા રવાના, પીએમ મોદી સાથે કરશે મોટી બેઠક
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
ઇન્ડિગોની 550થી વધુ ફ્લાઇટ કેન્સલ, 12 કલાક સુધી ફસાયા પ્રવાસી, એરપોર્ટમાં અવ્યવસ્થા
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
આજે દિલ્હીથી Indigo ની એક પણ ફ્લાઇટ્સ નહીં ઉડે, મુંબઈ-ચેન્નાઈમાં પણ મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
Gujarat Rain: ભરશિયાળે ઠંડી સાથે વરસાદની અંબાલાલની આગાહી, ડિસેમ્બરમાં કઈ તારીખે થશે માવઠું ?
ઇન્ડિગોની 900  ફલાઇટસ  કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર  મુસાફરોમાં આક્રોશ
ઇન્ડિગોની 900 ફલાઇટસ કેન્સલ, અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોમાં આક્રોશ
RBI આજે  કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?
RBI આજે કરશે મોટી જાહેરાત, શું રેપો રેટમાં થશે ઘટાડો? શું તમારી હોમ લોનનું EMI ઘટશે?
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
Putin India Visit: PM મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત, જાણો રશિયન રાષ્ટ્રપતિનો આજનો પ્લાન
'ન તો હું કે ન તો પીએમ મોદી....' પુતિને ટ્રમ્પને આપ્યો સીધો મેસેજ, જાણો શું કહ્યું આ
'ન તો હું કે ન તો પીએમ મોદી....' પુતિને ટ્રમ્પને આપ્યો સીધો મેસેજ, જાણો શું કહ્યું આ
Embed widget