શોધખોળ કરો
Advertisement
ફાસ્ટ બોલર ઈશાંત શર્મની સૌથી મોટી પરીક્ષા, ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા પાસ કરવી પડશે ફિટનેસ ટેસ્ટ
જો ઇશાંત ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ જાય તો તે સીધા જ વેલિંગ્ટન માટે રવાના થશે અને ટીમ સાથે જોડાશે.
નવી દિલ્હીઃ ભારતની ટેસ્ટ ટીમમાં સામેલ ફાસ્ટ બોલર ઈશાંત શર્માનો 15 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં ફિટનેસ ટેસ્ટ કરવામાં આવશે અને ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ તે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બે ટેસ્ટની સીરીઝમાં ભાગ લઈ શકશે. ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે 21 ફેબ્રુઆરીએથી વેલિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ રમાસે અને ઈશાંતના ફિટનેસ ટેસ્ટનો રિપોર્ટ નક્કી કરશે કે તે આ મેચમાં રમશે કે નહીં. ઇશાંત ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બે મેચની ટેસ્ટ સીરીઝ માટે ટીમનો ભાગ છે પરંતુ ઈજાને કારણે અને રિહેબિલિટેશનથી પસાર થવાને કારણે હજુ સુધી તે ટીમ સાથે જોડાયા નથી.
જો ઇશાંત ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ જાય તો તે સીધા જ વેલિંગ્ટન માટે રવાના થશે અને ટીમ સાથે જોડાશે. ઇશાંત હાલમાં એનસીએમાં છે અને રિબેર કરી રહ્યાછે. તે અહીં બોલિંગનો અભ્યાસ કરી રહ્યા છે અને તેણે આશા છે કે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટેસ્ટ મેચ માટે ટીમનો ભાગ હશે. ભારતીય ટીમ મેનેજમેન્ટને પણ આશા છે કે ઇશાંત ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ટીમ સાથે જોડાશે.
ઇશાંત 21 જાન્યુઆરીએ વિદર્ભ સામે રણજી ટ્રોફી મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના જમણા પગની એડીના લિગામેન્ટમાં ઇજા પહોંચી હતી.
નોંધનીય છે કે, ભારતીય ટીમ હાલમાં જ ન્યૂઝીલેન્ડની સામે વનડે સીરીઝ 0-3થી હારી ગઈ છે. ભારતની હારનું એક મોટું કારણ ટીમની ખાબ બોલિંગ રહી હતી. કેપ્ટન વિરાટ કોહલી પણ ઇચ્છશે કે ઇશાંત ઝડપથી ફિટ થઈને ટીમ સાથે જોડાય જાય. ટીમમાં હાલમાં ફાસ્ટ બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને નવદીપ સૈની સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
ટેકનોલોજી
Advertisement