શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
INDvNZ: પ્રથમ વન ડેમાં બંને ટીમમાં જોવા મળી આ સમાનતા, ક્રિકેટ ઈતિહાસની માત્ર ત્રીજી ઘટના
વન ડેમાં બંને ટીમના ચોથા ક્રમના બેટ્સમેને સદી ફટકારી હોય તેવી ઘટના સૌપ્રથમ 2007માં નોંધાઈ હતી. 2007માં સાઉથ આફ્રિકા અને ઝીમ્બાબ્વે વચ્ચે રમાયેલી વન ડેમાં એબી ડિવિલિયર્સે 107 અને ટાટેંડા ટાયબુએ પણ 107 રનની ઈનિંગ રમી હતી.
હેમિલ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વન ડેમાં ન્યૂઝીલેન્ડનો 4 વિકેટથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 348 રનના લક્ષ્યાંકને ન્યૂઝીલેન્ડની ટીમે 48.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી રોસ ટેલરે 84 બોલમાં અણનમ 109 રન ફટકાર્યા હતા. કેપ્ટન ટૉમ લાથમે 48 બોલમાં 69 રન અને હેનરી નિકોલસે 82 બોલમાં 78 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે તેના વન ડે ઈતિહાસનો સર્વોચ્ચ રન ચેઝ કર્યો હતો. જીત સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની વન ડે શ્રેણીમાં 1-0ની લીડ લઇ લીધી છે. ભારત તરફથી કુલદીપ યાદવે 10 ઓવરમાં 84 રન આપી 2 વિકેટ લીધી હતી.
ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારીત 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયરે કરિયરની પ્રથમ સદી ફટકારતાં 107 બોલમાં 103 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 64 બોલમાં 88 રન અને કેદાર જાધવ 15 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ટીમ સાઉથીએ 10 ઓવરમાં 85 રન આપી 2 વિકેટ લીધી હતી.???? No.21 for Ross Taylor ????
Can he take New Zealand all the way? #NZvIND pic.twitter.com/GhevXC3wDa — ICC (@ICC) February 5, 2020
બંને ટીમો વચ્ચે જોવા મળી આ સમાનતા મેચ દરમિયાન બંને ટીમો વચ્ચે એક સમાનતા જોવા મળી હતી. બંને ટીમના ચોથા નંબરના બેટ્સમેને સદી ફટકારી હોય તેવી વન ડે ઈતિહાસની ત્રીજી ઘટના બની હતી. ભારત તરફથી શ્રેયસ ઐયરે 107 બોલમાં 103 રન બનાવ્યા હતા, જ્યારે ન્યૂઝીલેન્ડ વતી રોસ ટેલરે 84 બોલમાં અણનમ 109 રન ફટકારી ટીમને જીત અપાવી હતી. 2007માં નોંધાઈ હતી આવી પ્રથમ ઘટના વન ડેમાં બંને ટીમના ચોથા ક્રમના બેટ્સમેને સદી ફટકારી હોય તેવી ઘટના સૌપ્રથમ 2007માં નોંધાઈ હતી. 2007માં સાઉથ આફ્રિકા અને ઝીમ્બાબ્વે વચ્ચે રમાયેલી વન ડેમાં એબી ડિવિલિયર્સે 107 અને ટાટેંડા ટાયબુએ પણ 107 રનની ઈનિંગ રમી હતી. જે બાદ 10 વર્ષ પછી ફરી આવી ઘટના બની હતી. 2017માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયા તરફથી યુવરાજ સિંહે 150 રનની શાનદાર ઈનિંગ રમી હતી, ઈંગ્લેન્ડ તરફથી ઇયોન મોર્ગને 102 રન બનાવ્યા હતા. INDvNZ: પ્રથમ વન ડેમાં ટીમ ઈન્ડિયાની હારના આ રહ્યા કારણો, જાણો વિગતે Auto Expo 2020: હ્યુન્ડાઈએ Tucsonનું અપડેટ વર્ઝન કર્યુ લોન્ચ, જાણો કેવા છે ફીચર્સ Auto Expo 2020ની ધમાકેદાર શરૂઆત, TATA મોટર્સે રજૂ કરી ચાર નવી એસયુવીHere it is!
Maiden ODI ???? for @ShreyasIyer15 ????????#NZvIND pic.twitter.com/JgEqaJH0BW— BCCI (@BCCI) February 5, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દેશ
આઈપીએલ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion