Tucson 2020માં 2.0 લીટર બીએસ-6 ડીઝલ અને બીશ-6 પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યા છે. ડીઝલ એન્જિન 185PS નો પાવર અને 40.8 KGMનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન નવા-8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી લેસ છે. આ એસયુવીનું પેટ્રોલ એન્જિન 152 PSનો પાવર અને 19.6 KGMનો ટોર્ક જનરેટ કરે છે.
2/4
Tucson ગ્રેટર નોયડામાં યોજાયેલા ઓટો એકસ્પો 2016માં રજૂ કરવામાં આવી હતી. સ્માર્ટ ટેકનોલોજી અને કંફર્ટની સાથે દમદાર કનેકટિવિટી તથા એડવાન્સ સેફ્ટી ફીચર્સથી આ કાર લેસ છે. Tucson વિશ્વમાં સૌથી વધુ વેચાતી એસયુવી પૈકીની એક છે.
3/4
નવી દિલ્હીઃ ઓટો એક્સપો 2020ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. દેશ દુનિયાની તમામ ઓટો મોબાઇલ કંપનીઓ આ વિશ્વસ્તરીય ઓટો શોમાં સામેલ થઈ છે. આ આટો શો જનતા માટે 7 થી 12 ફેબ્રુઆરી ખુલ્લો રહેશે. સાઉથ કોરિયન કાર મેકર હ્યુન્ડાઈએ Tucsonના અપડેટેડ વર્ઝનને લોન્ચ કર્યું છે.
4/4
જેમાં ફ્રન્ટ ગિલ નવી છે, હેડલાઇટ અપડેટ કરવામાં આવી છે. તમામ ઈન્ટિરિટિયર બ્લેક કલરનું છે. આ ઉપરાંત 6 એર બેગ, હિલ આસિસ્ટ, ડિસેન્ટ કંટ્રોલ, ફ્રન્ટ અને રિયર પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે.