શોધખોળ કરો
Advertisement
Ind Vs NZ : વરસાદના કારણે મેચ રદ થતા આજે રમાશે મેચ, જાણો રિઝર્વ ડે માટે શું છે નિયમ
વર્લ્ડકપ 2019ના નિયમો પ્રમાણે બીજા દિવસે મેચ રમાશે તો મેચ જ્યાંથી અટકી છે ત્યાથી શરૂ થશે.
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે માનચેસ્ટરના ઓલ ટ્રેફર્ડમાં રમાઈ રહેલ વર્લ્ડકપના સેમી ફાઈનલ મેચના પ્રથમ દિવસે વરસાદને કારણે મેચ અડધેથી જ અટકાવવી પડી હતી. ન્યૂઝીલેન્ડને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ન્યૂઝીલેન્ડની ઇનિંગ 46.1 ઓવર સુધી જ થઈ શકી હતી અને વરસાદ શરૂ થતા મેચ અટકાવવામાં આવી હતી. વરસાદ શરૂ થયો એ પહેલા ન્યૂઝીલેન્ડને 5 વિકેટ ગુમાવીને 211 રન બનાવ્યા હતા.
વર્લ્ડકપ 2019ના નિયમો પ્રમાણે બીજા દિવસે મેચ રમાશે તો મેચ જ્યાંથી અટકી છે ત્યાથી શરૂ થશે. એટલે કે ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સ 46.1 ઓવરથી શરૂ થશે. રિઝર્વ ડેના દિવસે પણ પણ વરસાદ પડશે તો ટીમ ઇન્ડિયાને ફાયદો થઈ શકે છે.
ગ્રૂપ સ્ટેજમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 9 મેચમાંથી 7 માં જીત મેળવી હતી. એક મેચ વરસાદના કારણે રદ થઈ હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે 9 મેચમાંથી 5માં જીત મેળવી હતી. આમ ગ્રૂપ સ્ટેજમાં વધારે પોઇન્ટ હોવાથી ભારત ફાઇનલમાં સ્થાન બનાવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દુનિયા
Advertisement