શોધખોળ કરો
INDvNZ: આજે ઈતિહાસ રચવા મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
1/4

ઓકલેન્ડઃ ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી પૈકીની અંતિમ અને નિર્ણાયક મેચ આજે હેમિલ્ટનમાં રમાશે. બંને ટીમો ટી-૨૦ શ્રેણીમાં 1-1થી બરોબરી પર છે અને આજની મેચનું પરીણામ શ્રેણીનો વિજેતા નક્કી કરશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે પ્રથમ મેચ ગુમાવ્યા બાદ વળતો પ્રહાર કરતાં બીજી ટી-૨૦ જીતી લીધી હતી અને આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં બરોબરી મેળવી હતી. ન્યૂઝિલેન્ડમાં વન ડે શ્રેણી જીતી ચૂક્યા બાદ ભારત હવે ટી-૨૦ શ્રેણી કબજે કરવા માટે કમર કસી રહ્યું છે.
2/4

મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ્સ પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર, જિયો ટીવી અને એરટેલ ટીવી પરથી જોઈ શકાશે.
Published at : 10 Feb 2019 07:53 AM (IST)
View More





















