ઉલ્લેખનીય છે કે, હોંગકોંગ વિરુદ્ધ રમાયેલી પહેલી વનડેમાં મહેન્દ્ર સિંહ ધોની શૂન્ય રન પર જ આઉટ થઇ ગયો હતો. હવે મહામુકાબલામાં ધોનીની જવાબદારી વધી જાય છે.
2/4
ઝહીર ખાનનું માનવું છે કે, ભારત અને પાકિસ્તાનની મેચ હંમેશા રસાકસી વાળી રહે છે. તેને કહ્યું કે, ‘‘વર્લ્કકપને ધ્યાનમાં રાખતા મને લાગે છે કે ચોથા નંબર પર બેટિંગ કરવા ધોની જેવા મહાન ખેલાડીને આવવું જોઇએ. આ ખુબ મહત્વનુ સ્થાન છે, જ્યાં પરિસ્થિતિઓને આધીન દબાણ ઝીલવું પડે છે.’’
3/4
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે રમાનારી હાઇવૉલ્ટેજ મેચમાં બેટિંગ લાઇનને લઇને ટીમ ઇન્ડિયામાં હજુ પણ અસમંજસ છે. કોહલીની ગેરહાજરીમાં બેટિંગ ઓર્ડરમાં કોને કયા નંબરે ઉતારવા રોહિતી માટે મોટો પ્રશ્ન બન્યો છે. ત્યારે પૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાને સલાહ આપી છે કે ધોનીને કયા ક્રમે બેટિંગમાં આવવું જોઇએ.
4/4
ભારત માટે 92 ટેસ્ટ અને 200 વનડે રમી ચૂકેલા ઝહીરે અનુભવના આધારે કહ્યું કે, ‘‘અત્યાર સુધી ભારતીય ટીમ એવી મેચો જીતતી આવી છે જેમાં સારી શરૂઆત મળી હોય. એટલે જ્યાં ટીમને સારી શરૂઆત ના મળે ત્યાં અનુભવની જરૂરિયાત હોય છે.’’ આ બધા કારણોથી ધોનીનો બેટિંગ ઓર્ડર બદલવો જોઇએ.