શોધખોળ કરો
INDvSA: ડી કોકે ફિફ્ટી ફટકારતાં જ બનાવી દીધો મોટો રેકોર્ડ, જાણો વિગત
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મોહાલીમાં રમાઈ રહી છે. આ દરમિયાન પ્રવાસી ટીમના કેપ્ટન ડી કોકે તેની ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો.

મોહાલીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટી20 મોહાલીમાં રમાઈ રહી છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાએ 15 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને 110 રન બનાવી લીધા છે. આ દરમિયાન પ્રવાસી ટીમના કેપ્ટન ડી કોકે તેની ડેબ્યૂ મેચમાં અડધી સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. ડી કોક 52 રનાવી નવદીપ સૈનીનો શિકાર બન્યો હતો. તે સાઉથ આફ્રિકા તરફથી ટી20માં ડેબ્યૂ કરનારા કેપ્ટન તરીકે સૌથી વધારે બનાવનારો ત્રીજો ખેલાડી બન્યો હતો. કેપ્ટન તરીકે ડેબ્યૂ મેચમાં સૌથી વધારે રનનો રેકોર્ડ ડેવિડ મીલરના નામે છે. મીલરે પાકિસ્તાન સામે 65 રનની ઈનિંગ રમી હતી. જે બાદ બીજા નંબર પર ગ્રીમ સ્મિથ છે. 2005માં તેણે જોહાનિસબર્ગમાં ન્યૂઝીલેન્ડ સામે 52 રનની ઈનિંગ રમી હતી. ચોથા નંબર પર ફાફ ડુપ્લેસિસ છે. તેણે 2012માં ડરબનમાં ન્યૂઝીલેન્ડ સામે અણનમ 38 ન બનાવ્યા હતા.
વધુ વાંચો





















