શોધખોળ કરો

IND v SA : દક્ષિણ આફ્રિકા 275 રન પર ઑલઆઉટ, ટીમ ઇન્ડિયાને મળી 326 રનની લીડ

સાઉથ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 275 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે. આ સાથે ટીમ ઈન્ડિયાને 326 રનની લીડ મળી છે.

પુણેઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે સાઉથ આફ્રિકાની ટીમ પોતાની પ્રથમ ઇનિંગમાં 275 રન પર ઓલ આઉટ થઈ ગઈ છે.  આ સાથે  ટીમ ઈન્ડિયાને 326 રનની લીડ મળી છે. આફ્રિકા તરફથી મહારાજે 72 રન કર્યા હતા, જયારે ફિલેન્ડર 44 રને અણનમ રહ્યો હતો. ભારત માટે અશ્વિને 4 વિકેટ, ઉમેશ યાદવે 3 વિકેટ, મોહમ્મદ શમીએ 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી. મુથુસ્વામી 7 રન બનાવી જાડેજાની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો.  ડુપ્લેસિસ 64 રન બનાવી અશ્વિનની ઓવરમાં આઉટ થતાં ભારતને આઠમી સફળતા મળી હતી. બીજા સત્રમાં પૂંછડિયા બેટ્સમેનોએ ફરી હંફાવ્યા લંચ બ્રેકથી ટી બ્રેકની રમતમાં સાઉથ આફ્રિકાએ 61 રન ઉમેરી 2 વિકેટ ગુમાવી હતી. આઠમી વિકેટ 59મી ઓવરમાં પડી ગઈ હોવા છતાં 77 મી ઓવર સુધી ભારત વિકેટ પાડી શક્યું નહોતું અને ટી બ્રેક જાહેર કરાયો હતો. ગત મેચની જેમ આ વખતે પણ ભારતને પૂંછડીયા બેટ્સમેન હંફાવી ગયા હતા. ત્રીજા દિવસે પ્રથમ સત્રમાં આફ્રિકાએ 100 રન કરી 3 વિકેટ ગુમાવી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ લંચ બ્રેક સુધીની રમતમાં દક્ષિણ આફ્રિકાએ 100 રન કરી 3 વિકેટ ગુમાવી હતી.  ત્રીજા દિવસની રમત શરૂ થયાની ત્રીજી જ ઓવરમાં શમીએ ભારતને ચોથી સફળતા અપાવી હતી. નાઇટ વોચમેન નોર્ટજે 3 રન બનાવી કોહલીના હાથે કેચ આઉટ થયો હતો. જે પછી થોડી જ ઓવરોમાં બ્રુયાન 30 રન બનાવી ઉમેશ યાદવની ઓવરમાં આઉટ થતાં ભારતને પાંચમી સફળતા મળી હતી. ડી કોકને 31 રને બોલ્ડ કરી અશ્વિને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. બીજા દિવસને અંતે આફ્રિકાએ ગુમાવી 3 વિકેટ દક્ષિણ આફ્રિકાએ બીજા દિવસના અંતે 3 વિકેટે 36 રન કર્યા હતા. એડન માર્કરામ, ડિન એલ્ગર અને ટેમ્બા બાવુમા સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. નાઈટ વોચમેન એનરિચ મ અને બ્રૂઇન ક્રિઝ પર ઉભા હતા. ભારત માટે ઉમેશ યાદવે 2 અને મોહમ્મદ શમીએ 1 વિકેટ લીધી હતી. ભારતે 601/5 પર દાવ કર્યો ડિકલેર ભારતે દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં પુણે ખાતે 601/5 દાવ ડિક્લેર કર્યો હતો. ભારત માટે કપ્તાન વિરાટ કોહલીએ સાતમી બેવડી સદી ફટકારતાં 254* રન કર્યા હતા. તે સિવાય ઓપનર મયંક અગ્રવાલે 108 રન કર્યા હતા. જ્યારે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 91 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. કોહલીએ ટેસ્ટમાં પોતાનો સર્વાધિક સ્કોર નોંધાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે કગીસો રબાડાએ 3 વિકેટ, જ્યારે કેશવ મહારાજ અને એસ મુથુસામીએ 1-1 વિકેટ લીધી હતી. કોહલીની કપ્તાનીમાં ભારતે 10મી વાર 600થી વધુ રન કર્યા છે. ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત બેડરૂમમાં દિયર અને ભાભી માણતા હતાં સેક્સ અને અચાનક પતિ રૂમમાં આવી પહોંચ્યો પછી શું થયું? જાણો વિગત રાજ્યના CNG ચાલકો આનંદો, લાંબીલાઈનમાં ઉભા રહેવાથી મળશે મુક્તિ, વધુ 214 CNG સ્ટેશન્સ થશે શરૂ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
સપ્ટેમ્બરમાં GST કલેક્શન વધીને 1.73 લાખ કરોડના રેકોર્ડ સ્તર પર  
Embed widget