શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વિરાટ કોહલીએ તોડી નાખ્યો સચિન અને સેહવાગનો આ રેકોર્ડ, ડોન બ્રેડમેનને પણ છોડ્યા પાછળ
કોહલીએ પોતાની 81મી મેચમાં 138મી પારીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલીએ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગનો ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ હવે ટેસ્ટમાં સૌથી વધારે બેવડી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમેન બની ગયો છે. શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે પૂણેમાં રમાય રહેલી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કૅપ્ટને ટેસ્ટ કારકિર્દીની સાતમી બેવડી સદી ફટકારી હતી. સાથે જ વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં 7000 રન પૂરા કર્યા હતા.
કોહલીએ પોતાની 81મી મેચમાં 138મી પારીમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલાં સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચોમાં 329 પારીઓ અને વિરેન્દ્ર સેહવાગે 104 ટેસ્ટ મેચોની 180 પારીઓમાંથી 6-6 ડબલ સેન્ચુરી બનાવી છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે સદી ફટકારવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બૅટ્સમેન ડોન બ્રેડમેનના નામે છે. બ્રેડમેને 52 ટેસ્ટ મેચમાં 12 બેવડી સદી ફટકારી છે. શ્રીલંકાના કુમાર સંગાકારાએ 11 અને બ્રાયન લારાએ 9 બેવડી સદી ફટકારી છે.જ્યારે ઇંગ્લેન્ડના વોલી હેમેંડે 85 ટેસ્ટની 180 ઇનિંગમાં 7 અને જય વર્ધનેએ 149 ટેસ્ટમાં 7 ડબલ સેન્ચુરી ફટકારી છે.
કોહલીએ આ સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 7000 રન પણ પૂરા કરી લીધા છે. તેણે 138 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. તે સૌથી ઓછા સમયમાં આ સિદ્ધી મેળવનાર ખેલાડી છે. તે ઓછી મેચોમાં આ સ્થાને પહોંચનાર ત્રીજો ભારતીય બેટ્સેન છે.
વિરાટ કોહલીએ કૅપ્ટન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં નવમી વખત 150નો આંકડો પાર કર્યો છે. બ્રેડમેને 8 વખત કૅપ્ટન તરીકે 150+ આંડકો પાર કર્યો છે. બ્રાયન લારા, મહેલા જયવર્ધને, ગ્રીમ સ્મિથ અને માઇકલ ક્લાર્કે સાત વખત આ આંકડો પાર કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
મનોરંજન
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion