શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટરોમાં છવાયો કોરોનાનો ડરઃ ભુવનેશ્વર કુમારે કહ્યું- મામલો ગંભીર, અમે બોલ ચમકાવવા માટે.....
ભુવનેશ્વર કુમારે જણાવ્યું હતું કે બીજી ટીમોની જેમ ભારતીય ખેલાડીઓને પણ પ્રશંસકોથી દૂર રહેવા માટે કહ્યું છે. ટીમ ડોક્ટરે નિર્દેશ કર્યો છે કે શું કરીએ અને શું ના કરીએ.
ધર્મશાલા: આખી દુનિયામાં કોરોના વાયરસના કારણે હજારો લોકોના મોત થયા છે. હવે તેણે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. ક્રિકેટ ઉપર પણ કોરોના વાયરસની અસર જોવા મળી રહી છે. ભારતમાં આ વાયરસની અસરથી કોઈ મેચ સ્થગિત કે રદ તો થઈ નથી પણ ખેલાડીઓના મનમાં તેનો ડર છે. ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર ભુવનેશ્વર કુમારે ધર્મશાલામાં કોરોના વાયરસને એક ગંભીર મુદ્દો કર્યો છે. ભુવનેશ્વરે કહ્યું હતું કે ગુરુવારે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ વન-ડેમાં કોરોના વાયરસના સંક્રમણ જોતા સાવધાની રાખીશું.
ભુવીએ સ્પષ્ટપણે કહ્યું છે કે આ મામલે આજે ડોકટરોની ટીમ સાથેની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. સ્પોર્ટ્સ હર્નીયા સર્જરી બાદ ટીમમાં વાપસી કરનાર જમણા હાથના ઝડપી બોલર ભુવેનેશ્વરે કહ્યું કે, અમે ફક્ત બોલ ઉપર લાળનો ઉપયોગ ન કરવાનો વિચાર કર્યો છે. પરંતુ હું હમણાં એમ નથી કહી શકતો કે અમે બોલ ચમકવા માટે લાળનો ઉપયોગ કરીશું જ નહીં. જો અમે બોલ નહીં ચમકાવીએ તો અમારી પીટાઈ થઈ જશે. અને પછી તમે લોકો જ કહેશો કે તમે સારી બોલિંગ નથી કરી રહ્યા.
ભુવનેશ્વર કુમારે જણાવ્યું હતું કે બીજી ટીમોની જેમ ભારતીય ખેલાડીઓને પણ પ્રશંસકોથી દૂર રહેવા માટે કહ્યું છે. ટીમ ડોક્ટરે નિર્દેશ કર્યો છે કે શું કરીએ અને શું ના કરીએ. જેમ કે નિયમિત રીતે હાથ ધોઈએ અને પ્રશસંકોની નજીક ના જઈએ. દક્ષિણ આફ્રિકાના કોચ માર્ક બાઉચરે પણ કહ્યું છે કે ભારતમાં રહેવા દરમિયાન સંક્રમણના ખતરાને જોતા ટીમ હાથ મિલાવવાથી બચતી જોવા મળી શકે છે. દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણનો ખતરો છતા દક્ષિણ આફ્રિકાએ પોતાની મેડિકલ અને સુરક્ષા ટીમની મંજૂરી પછી પ્રવાસ માટે હા પાડી હતી.
ભારતમાં કોરોના વાયરસનાં 59થી વધુ કેસ નોંધાયા છે. ભુવીએ કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં અમે તમામ જરૂરી સાવચેતી રાખી રહ્યા છીએ. ભારતે ગુરુવારે સાઉથ આફ્રિકા સામે પ્રથમ વનડે મેચ રમવાની છે. આ પછી, બીજી વનડે 15 માર્ચે લખનઉમાં અને ત્યારબાદ ત્રીજી વનડે 18 માર્ચે કોલકાતામાં રમાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion