શોધખોળ કરો
India vs South Africa: હાર્દિક પંડ્યાનો કેચ પકડીને ડેવિડ મિલરે મેળવી મોટી સિદ્ધિ, જાણો વિગતે
મિલરે હાર્દિક પંડ્યાનો કેચ પકડીને આ ઉપલબ્ધિ મેળવી હતી. મિલરે કરિયરની 72મી ટી20 મેચમાં 50મો કેચ ઝડપ્યો હતો. જ્યારે પાકિસ્તાનના મલિકે 111મી મેચમાં 50મો કેચ ઝડપ્યો હતો.

નવી દિલ્હીઃ સાઉથ આફ્રિકાએ ગઈકાલે ત્રીજી ટી20માં ભારતને 9 વિકેટથી હાર આપીને શ્રેણી 1-1થી સરભર કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટના નુકસાન પર 134 રન બનાવ્યા હતા. 135 રનનો લક્ષ્યાંક સાઉથ આફ્રિકાએ 16.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ભારતની બેટિંગ દરમિયાન સાઉથ આફ્રિકાના ખેલાડી ડેવિડ મિલરે ટી20 ક્રિકેટમાં એક ખાસ ઉપલબ્ધિ મેળવી હતી. તે 20 ક્રિકેટમાં સૌથી વધારે કેચ કરનારા ખેલાડીમાં શોએબ મલિક સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબરે આવી ગયો છે.
મિલરે હાર્દિક પંડ્યાનો કેચ પકડીને આ ઉપલબ્ધિ મેળવી હતી. મિલરે કરિયરની 72મી ટી20 મેચમાં 50મો કેચ ઝડપ્યો હતો. જ્યારે પાકિસ્તાનના મલિકે 111મી મેચમાં 50મો કેચ ઝડપ્યો હતો.
એબી ડીવિલિયર્સ 78 મેચમાં 44 કેચ સાથે ત્રીજા, રોસ ટેલર 90 મેચમાં 44 કેચ સાથે ચોથા અને સુરેશ રૈના 78 મેચમાં 42 કેચ સાથે પાંચમા નંબર પર છે.
મિલરે હાર્દિક પંડ્યાનો કેચ પકડીને આ ઉપલબ્ધિ મેળવી હતી. મિલરે કરિયરની 72મી ટી20 મેચમાં 50મો કેચ ઝડપ્યો હતો. જ્યારે પાકિસ્તાનના મલિકે 111મી મેચમાં 50મો કેચ ઝડપ્યો હતો.
એબી ડીવિલિયર્સ 78 મેચમાં 44 કેચ સાથે ત્રીજા, રોસ ટેલર 90 મેચમાં 44 કેચ સાથે ચોથા અને સુરેશ રૈના 78 મેચમાં 42 કેચ સાથે પાંચમા નંબર પર છે. વધુ વાંચો