શોધખોળ કરો
Advertisement
જાડેજાએ કર્યું કંઈક એવું કે કોહલી પણ નાચવા લાગ્યો, ઈશારા જોઈ બધા હસવા લાગ્યા, જુઓ Video
જાડેજાએ 4 ચોગ્ગાના મદદથી અડધી સદી ફટકારી.
નવી દિલ્હીઃ રાંચી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ખૂબ જ ધીરજપૂર્વક ઇનિંગ રમીને હાફ સેન્ચુરી ફટકારી હતી. પોતાની આ હાફ સેન્ચુરી થવા પર તેણે પોતાના અંદાજમાં પેવેલિયન તરફ જોતા તલવારની જેમ બેઠ હવામાં ફેરવીને ખુશી વ્યક્ત કરી હતી. તેના જવાબમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફની અંદાજમાં તેની તરફ ઈશારો કરીને પૂછ્યું કે ઘોડો ક્યાં છે.
જાડેજાએ 4 ચોગ્ગાના મદદથી અડધી સદી ફટકારી. સદી ફટકાર્યા બાદ જાડેજાની ઉજવણીમાં ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પણ સામેલ થયો અને ડ્રેસિંગ રૂમમાં ડાન્સ કરવા લાગ્યો. આપને જણાવી દઈએ કે ભારતીય બેટિંગ દરમિયાન જ્યારે જાડેજાએ તેની 13મી અડધી સદી પૂરી કરી તો ઉજવણી કરતા બેટને તલવારની સ્ટાઇલમાં ફેરવવાનું શરૂ કર્યું.View this post on InstagramThe many moods of Captain @virat.kohli 😁😁👌🏻👌🏻 #TeamIndia #INDvSA @paytm
— Mohit Das (@MohitDa29983755) October 20, 2019રવિન્દ્ર જાડેજાના આ જશ્નમાં કોહલી પણ સામેલ થતા ડ્રેસિંગ રૂમના દરવાજા પર આવ્યો અને જાડેજા તરફ મ્યાનમાંથી તલવાર કાઢવાનો ઇશારો કર્યો. ત્યાર બાદ ઘોડાની સવારી કરવા જેવું જશ્ન મનાવ્યું. કોહલીનો આ અંદાજ જોઈ જાડેજા પણ હસવા લાગ્યો. જો કે, બાદમાં તેણે બેટથી તલવારને મ્યાનમાં રાખવાનો ઈશારો કર્યો. આપને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજાએ સતત બીજા ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી છે. આ પહેલા પૂણે ટેસ્ટમાં તેને 91 રનની ઇનિંગ રમી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement