Ind vs SL 1st T20I: આજે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
ભારતીય ટીમ સીનિયર ખેલાડીઓ વિના શ્રીલંકા પ્રવાસમાં છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ શિખર ધવન કરી રહ્યો છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે.
![Ind vs SL 1st T20I: આજે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે India vs Sri lanka 1st T20i: when and where to watch live first T20 match Ind vs SL 1st T20I: આજે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી20, કેટલા વાગેને ક્યાંથી થશે લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/25/765188a7c438d5cb7b96f3f9c2d26d5f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs SL, 1st T20I: ભારત અને શ્રીલંકા વચ્ચે રવિવાર એટલે કે આજથી ત્રણ મેચોની ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે. આજે સીરીઝની પ્રથમ મેચ કોલંબોમાં (R.Premadasa Stadium, Colombo) રમાશે. ખાસ વાત છે કે બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ 2-1થી સીરીઝને પોતાના નામે કરી લીધી હતી. આજથી શરૂ થઇ રહેલી ટી20 સીરીઝમાં શ્રીલંકા જીત મેળવીને હિસાબ બરાબર કરવાની કોશિશ કરશે. ભારતીય ટીમ સીનિયર ખેલાડીઓ વિના શ્રીલંકા પ્રવાસમાં છે. ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ શિખર ધવન કરી રહ્યો છે, જ્યારે કૉચ તરીકે રાહુલ દ્રવિડ જવાબદારી સંભાળી રહ્યો છે. આ સીરીઝમાં પણ યુવા ખેલાડીઓને મોકો આપવામાં આવી શકે છે.
ક્યારે શરૂ થશે મેચ-
ભારત અને શ્રીલંકા વચ્ચે 25 જુલાઇ 2021ના દિવસે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે શરૂ થશે, ટૉસ અડધા કલાક પહેલા થશે.
મેચનુ લાઇવ પ્રસારણ SONY TEN 1 & SONY TEN 1 HD, SONY SIX & SONY SIX HD, SONY TEN 3 અને SONY TEN 3 HD (Hindi) પર જોઇ શકાશે. મેચનુ લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે SonyLIV એપ પર જઇ શકો છો.
ભારતીય ટી20 ટીમ-
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, દેવદત્ત પડિક્કલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, મનિષા પાંડે, હાર્દિક પંડ્યા, નીતિશ રાણા, ઇશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), યુજવેન્દ્ર ચહલ, રાહુલ ચાહર, કે. ગૌતમ, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, ભુવનેશ્વર કુમાર (ઉપ કેપ્ટન), દીપક ચાહર, નવદીપ સૈની, ચેતન સાકરિયા.
નેટ બૉલર- ઇશાન પોરેલ, સંદીપ વૉરિયર, અર્શદીપ સિંહ, સાઇ કિશોર, સિમરનજીત સિંહ.
શ્રીલંકન ટીમ-
દાસુન શનાકા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા (ઉપ કેપ્ટન), આવિશ્કા ફર્નાન્ડો, ભાનુકા રાજપક્ષા, પથુમ નિસાંકા, ચરિત અસલન્કા, વાનેન્દુ હરરસંગા, એશેલ બંડારા, મિનોદ ભાનુકા, લાહિરુ ઉડારા, રમેશ મેન્ડિસ, ચામિકા કરુણારત્ને, બિનુરા ફર્નાન્ડો, દુષ્મન્તા ચમીરા, લક્ષન સંદાકન, અકિલા ધનંજય, શિરાન ફર્નાન્ડો, ધનંજય લક્ષન, ઇશાન જયારત્ને, પ્રવીમ જયવિક્રમા, કસુન રજીતા, લાહિરુ કુમારા, ઇસરુ ઉડાના.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)