શોધખોળ કરો
Advertisement
આજની મેચમાં ક્રિસ ગેલનો હાઈએસ્ટ સિક્સરનો રેકોર્ડ તોડી શકે છે આ ભારતીય બેટ્સમેન
રોહિતે અત્યાર સુધી 94 ટી20 મેચમાં કુલ 102 છગ્ગા ફટકાર્યા છે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટઇન્ડિઝની ટીમ વચ્ચે ત્રણ મેચની સીરીઝનો પ્રથમ ટી20 મેચ આજે રમાશે. આ મેચમાં સૌથી નજર ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા પર હશે જે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
રોહિતે અત્યાર સુધી 94 ટી20 મેચમાં કુલ 102 છગ્ગા ફટકાર્યા છે. ક્રિકટેના આ નાના ફોર્મેટમાં સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસે ગેલના નામે છે. ગેલે 58 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં કુલ 105 છગ્ગા ફટકાર્યા છે.
ગેલ બાદ આ યાદીમાં માર્ટિ ગપ્ટિલનો નંબર આવે છે. તેણે 76 ટી20માં 103 છગ્ગા ફટકાર્યા છે. ગેલ ભારત સાથે રમાઈ રહેલ આ સીરીઝમાં નથી રમી રહ્યો, કારણ કે ટી20 માટે તેને આરામ આપવામાં આવ્યો છે. તે ભારત વિરૂદ્ધ વનડે સીરીઝમાં રમશે. આ ગેલની અંતિમ વનડે સીરીઝ હશે.
ટી20માં રોહિતે 32.37ની સરેરાશતી સૌથી વધારે 2,331 રન બનાવ્યા છે જેમાં ચાર સેન્ચુરી અને 16 હાફ સેન્ચુરી સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion