શોધખોળ કરો
Advertisement
IND vs WI: બીજી ટી-20માં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 8 વિકેટે હાર આપી
ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની ટી20 સીરિઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 171 રનનો લક્ષ્યાંક આપ્યો છે.
તિરુવનંતપુરમ: વેસ્ટ ઇન્ડિઝે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતને 8 વિકેટથી હાર આપી છે. 171 રનના લક્ષ્યાંકની પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝે 18.3 ઓવરમાં ટાર્ગેટ પૂર્ણ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના ઓપનર સિમન્સે શાનદાર ઈનિંગ રમતા 45 બોલમાં નોટ આઉટ 67 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચોની ટી20 સીરિઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને જીતવા માટે 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે વિન્ડીઝ સામે 20 ઓવરમાં 7 વિકેટના નુકશાને 170 રન બનાવ્યા હતા.2nd T20I. It's all over! West Indies won by 8 wickets https://t.co/bYoPMmmze4 #IndvWI @Paytm
— BCCI (@BCCI) December 8, 2019
ભારત તરફથી શિવમ દુબેએ આક્રમક રમત રમતા 30 બોલમાં 54 રન ફટકાર્યા હતા. આ સિવાય પંતે નોટ આઉટ 33 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ, રોહિત શર્મા મોટો સ્કોર બનાવામાં નિષ્ફળ રહ્યા હતા. કોહલી પણ 19 રન બનાવી આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી હેડન વોલ્શ અને કે વિલિયમ્સે 2-2 વિકેટ ઝડપી હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું.Innings Break!
After being put to bat first, #TeamIndia post a total of 170/7 on the board. Updates - https://t.co/bYoPMmEa5C #INDvWI pic.twitter.com/ssHV2JeqeP — BCCI (@BCCI) December 8, 2019
પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે વિન્ડિઝને હરાવ્યું હતું. નવેમ્બર 2018થી અત્યાર સુધી ભારતે વિન્ડિઝ સામે સાત મેચ રમી છે અને આ તમામ મેચોમાં જીત મેળવી છે.2nd T20I. West Indies win the toss and elect to field https://t.co/bYoPMmmze4 #IndvWI @Paytm
— BCCI (@BCCI) December 8, 2019
પ્રથમ ટી20 માં વિરાટ કોહલી અને લોકેશ રાહુલે શાનદાર પ્રદર્શન કરતા ટીમને જીત અપાવી હતી. વિરાટે ટી20 કેરિયરમાં સર્વશ્રેષ્ઠ 94 રનની અણનમ ઇનિંગ રમ્યો હતો. જ્યારે રાહુલે 62 રન બનાવ્યા હતા.2nd T20I. India XI: R Sharma, KL Rahul, V Kohli, S Iyer, R Pant, S Dube, R Jadeja, W Sundar, D Chahar, B Kumar, Y Chahal https://t.co/bYoPMmmze4 #IndvWI @Paytm
— BCCI (@BCCI) December 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
આઈપીએલ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion