શોધખોળ કરો
રાજકોટ: પ્રથમ દિવસના અંતે ટીમ ઈન્ડિયાના 4 વિકેટે 364 રન, પૃથ્વી શોની સદી
1/6

રાજકોટઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસના અંતે ટીમ ઈન્ડિયાના 4 વિકેટના નુકશાન પર 364 રન બનાવ્યા હતા. દિવસના અંતે વિરાટ કોહલી 72 અને પંત 17 રન પર અણનમ હતા. આ અગાઉ પૃથ્વી શોએ પોતાની ડેબ્યૂ મેચમાં જ સદી ફટકારી હતી. તેણે 134 રન ફટકાર્યા હતા. પુજારા 86 રન અને રહાણે 41 રન બનાવી આઉટ થયા હતા. આ અગાઉ ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી વિકેટ માટે પૃથ્વી શો અને ચેતેશ્વર પુજારાએ 206 રનની ભાગીદારી કરી હતી.
2/6

મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ફટકો લાગ્યો હતો. કેપ્ટન જેસન હોલ્ડર ઈજાગ્રસ્ત થતાં પ્રથમ મેચમાંથી ખસી ગયો હતો. તેના સ્થાને શેરમન લુઇસે ડેબ્યૂ કર્યું હતું. આમ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ બંનેની ટીમમાં એક-એક ખેલાડીએ ડેબ્યૂ કર્યું હતું.
Published at : 04 Oct 2018 08:06 AM (IST)
View More





















