શોધખોળ કરો
કુલદીપ યાદવે રચ્યો ઈતિહાસ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવો રેકોર્ડ બનાવનાર ભારતનો બીજો બોલર બન્યો

1/3

23 વર્ષના કુલદીપે ટેસ્ટમાં 57/5 સિવાય વન-ડેમાં 25/6 (વિ.ઇંગ્લેન્ડ, 2018) અને ટી-20માં 24/5 (વિ. ઇંગ્લેન્ડ, 2018)માં શાનદાર પ્રદર્શન કર્યું છે. કુલદીપ ભારતની ધરતી ઉપર પાંચ વિકેટ ઝડપનાર બીજો ચાઇનામેન બોલર છે. આ પહેલા દક્ષિણ આફ્રિકાના પોલ એડમ્સે 1996-97માં કાનપુરમાં ભારત સામે 5 વિકેટ ઝડપી હતી. આ પછી ભારતમાં કોઈ ચાઇનામેન બોલર આવી સિદ્ધિ મેળવી શક્યો નથી.
2/3

કુલદીપે મેચની બીજી ઇનિંગ્સમાં 14 ઓવરમાં 57 રન આપી 5 વિકેટ ઝડપી હતી. જે ટેસ્ટમાં તેનું બેસ્ટ પ્રદર્શન છે. આ પહેલા તેણે 2017માં શ્રીલંકા સામે 13 ઓવરમાં 40 રન આપી 4 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શન સાથે કુલદીપ ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ્સ (ટેસ્ટ, વન-ડે અને ટી-20)માં એક ઇનિંગ્સમાં 5 વિકેટ ઝડપનાર ભારતનો બીજો અને દુનિયો સાતમો બોલર બન્યો છે.
3/3

રાજકોટઃ ઇંગ્લેન્ડ પ્રવાસ પર લોર્ડ્સ ટેસ્ટ બાદ પરત સ્વદેશ આવેલ સ્પિનર કુલદીપ યાદવે વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ રાજકોટ ટેસ્ટની બીજી ઇનિંગમાં પાંચ વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ ટીમ ઇન્ડિયાએ રાજકોટ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝને એક ઇનિંગ્સ અને 272 રને હરાવી બે મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.
Published at : 08 Oct 2018 07:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement
