શોધખોળ કરો
Advertisement
વિન્ડિઝના સ્પિનર હેડન વોલ્શે કર્યો ખુલાસો, કહ્યું- કર્ટની વોલ્શ નથી મારા પિતા
ભારત સામે પ્રથમ બંને ટી-20માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હેડન વોલ્શને વિશ્વાસ છે કે તે હવે પોતાની ઓળખ ઊભી કરવામાં સફળ થશે. પિચ પર મારી ભ્રામક ગુગલીઓની વધુ ચર્ચા કરવામાં આવશે.
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. 171 રનનો પીછો કરતા વિન્ડીઝે 18.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારતને 170 રન સુધી મર્યાદીત રાખવામાં વેસ્ટ ઈન્ડિઝના સ્પીરન હેડન વોલ્શે મહત્વનું યોગદાન આપ્યું હતું. તે ભારત તરફથી આક્રમક બેટિંગ કરતાં શિવમ દુબે સહિત શ્રેયસ ઐય્યરની વિકેટ લીધી હતી. 4 ઓવરના સ્પેલમાં માત્ર 28 રન આપ્યા હતા.
હેડન વોલ્શે જણાવ્યું કે, વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ દિગ્ગજ બોલર કર્ટની વોલ્શ સાથે મારો કોઈ સંબંધ નથી. તેઓ મારા પિતા નથી. હું કેનેડા T20 લીગમાં રમતો હતો ત્યારે કેટલાક લોકો મને કર્ટની વોલ્શ કહેતા હતા. પરંતુ હું માનું છું કે હવે તેઓ જાણ કરશે કે હું કોણ છું અને મારા પિતા કોણ છે.
ભારત સામે પ્રથમ બંને ટી-20માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હેડન વોલ્શને વિશ્વાસ છે કે તે હવે પોતાની ઓળખ ઊભી કરવામાં સફળ થશે. પિચ પર મારી ભ્રામક ગુગલીઓની વધુ ચર્ચા કરવામાં આવશે.
વેસ્ટ ઈન્ડિઝના સૌથી સફળ ફાસ્ટ બોલર કર્ટની વોલ્શે 132 ટેસ્ટમાં 519 વિકેટ ઝડપી છે.
કર્ણાટક પેટાચૂંટણીઃ 15માંથી 12 પર ભાજપનો કબજો, મોદીએ કહ્યું, કોંગ્રેસને લોકોએ ભણાવ્યો પાઠ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion