શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મયંક અગ્રવાલે પ્રથમ દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝના 140 કિલો વજનના ખેલાડીની કરી પ્રશંસા, જાણો શું કહ્યું
મયંકે એમ પણ કહ્યું, બાકી સ્પિનર્સની તુલનામાં કોર્નવેલને વધારે ઉછાળ મળે છે અને તે સતત ગુડ લેન્થ પર બોલિંગ કરે છે, જેનાથી મુશ્કેલી થાય છે.
નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બે ટેસ્ટ મેચની સીરિઝની બીજી મેચમાં પ્રથમ દિવસના અંતે ભારેત 5 વિકેટના નુકસાન પર 264 રન બનાવ્યા છે. પ્રથમ દિવસે કેપ્ટન કોહલી ઉપરાંત યુવા બેટ્સમેન મયંક અગ્રવાલે પણ 55 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ અગ્રવાલે કહ્યું, હોલ્ડર, રોચ અને ડેબ્યૂમેન કોર્નવેલ સામે બેટિંગ કરવી સરળ નહોતી.
મયંકે કહ્યું, હાલ અમે સારી સ્થિતિમાં છીએ અને દિવસ પૂરો થતો ત્યાં સુધીમાં માત્ર 5 વિકેટ ગુમાવીને શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રથમ સેશનમાં બોલ મૂવ થતો હતો. રોચ અને હોલ્ડરે સારી લાઇન અને લેન્થ પર બોલિંગ કરી. પિચ બોલરોને મદદ કરતી હતી આ સ્થિતિમાં બેટિંગ કરવી આસાન નહોતી. અગ્રવાલે રકહમ કોર્નવેલની પ્રશંતા કરતા કહ્યું, તે ખૂબ કંસિસ્ટેંટ હતો. તે તેના ક્ષેત્રમમાં બોલિંગ કરતો રહે છે અને આ સ્થિતિમાં રન બનાવવા સરળ હોતા નતી. આ સ્થિતિમાં મેં અને વિરાટે સમય લીધો અને એક પાર્ટનરશિપ કરી. તેની મદદથી અમે દિવસના અંતે સન્માનજનક સ્કોર બનાવી શકયા.
મયંકે એમ પણ કહ્યું, બાકી સ્પિનર્સની તુલનામાં તેને વધારે ઉછાળ મળે છે અને તે સતત ગુડ લેન્થ પર બોલિંગ કરે છે, જેનાથી મુશ્કેલી થાય છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ડેબ્યૂ કરનારા 6 ફૂટ 5 ઈંચ લાંબા અને 140 કિલો વજનના કોર્નવેલે ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં નાંખ્યા હતા. પ્રથમ દિવસે તેણે 27 ઓવર બોલિંગ કરી અને માત્ર 69 રન આપી ચેતેશ્વર પૂજારાની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion