શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની પાંચમી સૌથી મોટી જીતના આ ખેલાડી રહ્યા હીરો, જાણો વિગત
ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ભારતનો 107 રનથી શાનદાર વિજય થયો હતો. વિશાખાપટ્ટનમમાં જીત સાથે જ ત્રણ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે.
વિશાખાપટ્ટનમઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી વન ડેમાં ભારતનો 107 રનથી શાનદાર વિજય થયો હતો. જે ભારતની વિન્ડિઝ સામે વન ડેમાં પાંચમી સૌથી મોટી જીત છે. ભારતે મેચ જીતવા આપેલા 388 રનના લક્ષ્યાંકની સામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 43.3 ઓવરમાં 280 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવ હેટ્રિક લઈ ઈતિહાસ સર્જયો હતો. વિશાખાપટ્ટનમમાં જીત સાથે જ ત્રણ મેચની સીરિઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. અંતિમ મેચ કટકમાં રમાશે. મેચમાં ભારતની જીતના આ ખેલાડી રહ્યા હીરો.
રોહિત શર્માઃ મેન ઓફ ધ મેચ રોહિત શર્માએ 159 રનની ઈનિંગ રમી હતી. તેણે પ્રથમ વિકેટ માટે 227 રનની પાર્ટનરશિપ કરવા સહિત વન ડેની 28મી સદી ફટકારી હતી. આ ઉપરાંત કેલેન્ડર વર્ષ 2019માં તેણે 1427 રન બનાવ્યા છે. તેણે ચાલુ કેલેન્ડર વર્ષમાં સાતમી સદી ફટકારી હતી. એક કેલેન્ડર વર્ષમાં સાત સદી મારવા મામલે તેણે સૌરવ ગાંગુલી અને ડેવિડ વોર્નરની બરોબરી કરી હતી.
લોકેશ રાહુલઃ 102 રનની ઈનિંગ રમવા સહિત તેણે રોહિત શર્મા સાથે મળી પ્રથમ વિકેટ માટે 227 રનની ઓપનિંગ ભાગીદારી કરી ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. રાહુલે વન ડે કરિયરની ત્રીજી સદી ફટકારી હતી. તેણે રોહિત સાથે મળી ગાંગુલી-સેહવાગના 17 વર્ષ જૂના ઓપનિંગ પાર્ટનરશિપ રેકોર્ડને તોડ્યો હતો.
કુલદીપ યાદવઃ કુલદીપે 33મી ઓવરના ચોથા બોલ પર શાઈ હોપને 78 રનના અંગત સ્કોર પર કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જે બાદ પાંચમાં બોલ પર હોલ્ડરનું પંતે સ્ટંપિંગ કર્યું હતું. ઓવરના અંતિમ બોલ પર જોસેફને કેદાર જાધવના હાથમાં કેચ આઉટ કરાવી કુલદીપે હેટ્રિક લીધી હતી. તેની સાથે જ તેણે વન ડેમાં બીજી વખત આ હેટ્રિક લીધી હતી. કુલદીપની હેટ્રિકની સાથે જ મેચ એક તરફી થઈ ગઈ હતી. કુલદીપે 10 ઓવરમાં 52 રન આપી 3 વિકેટ લીધી હતી.
મોહમ્મદ શમીઃ મોહમ્મદ શમીએ વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 30મી ઓવરમાં સળંગ બે બોલમાં નિકોલસ પૂરન અને કેરેબિયન ટીમના કેપ્ટન પોલાર્ડને પેવેલિયન મોકલીને ભારતનો જીતનો માર્ગ મોકળો કર્યો હતો. મેચમાં તેણે 7.3 ઓવરમાં 39 રનમાં 3 વિકેટ ઝડપી હતી.
આ ઉપરાંત શ્રેયસ ઐયરે 32 બોલમાં 52 રન અને રિષભ પંતે 16 બોલમાં 39 રનની ઈનિંગ રમી હતી. બંનેએ અંતિમ ઓવરોમાં શાનદાર ફટકાબાજી કરીને ભારતને 387 રન સુધી પહોંચાડ્યું હતું. ઐયરે ગત મેચમાં સદી ફટકારીને વિન્ડિઝને જીત અપાવનારા હેયમાયરને રન આઉટ કરવા સહિત લુઇસનો કેચ પણ પકડ્યો હતો. જ્યારે જાડેજાએ 10 ઓવરમાં 74 રનમાં 2 વિકેટ લેવા સહિત હેયમાયરને રન આઉટ કર્યો હતો.
IND v WI: કુલદીપ યાદવની હેટ્રિક, વન ડેમાં બીજી વખત આ કારનામું કરનારો બન્યો પ્રથમ ભારતીય બોલર
ભેસાણઃ ત્રણ દીકરીઓને કૂવામાં ફેંકી પિતાએ કર્યો આપઘાત, કારણ જાણીને ચોંકી જશો
IND v WI: પંત અને ઐયરની વિસ્ફોટક બેટિંગે તોડ્યો સચિન-જાડેજાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement