કેએલ રાહુલની આગળ ઇંગ્લિશ ટીમ ખાસ કોઇ પ્રભાવ ન હોતી પાડી શકી. રાહુલ 10 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે આક્રમક બેટિંગનો નજરો દેખાડ્યો હતો.
2/6
ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ શરૂઆતમાં 4 રને શિખર ધવનની વિકેટ ગુમાવી દીધી, બાદમાં રોહિત શર્મા 32 રન અને કેએલ રાહુલ 101 રનની શાનદાર બેટિંગ કરી હતી. કેએલ રાહુલે ટી20નું બીજુ શતક ફટકારીને 18.2 ઓવરમાં વિેકેટ જીત અપાવી હતી.
3/6
ઇગ્લેન્ડની ટીમ તરફથી જોસ બટલર 69 રન અને જેસન રોયે 30 રન કર્યા હતા, ત્યારબાદ કોઇએ ખાસ પ્રભાવ પાડ્યો ન હતો અને ઇંગ્લીશ ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 159 રન સુધી પહોંચી શકી હતી.
4/6
ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લિશ ટીમે શરૂઆત સારી કરી જોસ બટલર અને જેસન રોયે સારી શરૂઆત અપાવતા પહેલી વિકેટની ભાગીદારીમાં 50 રન ફટકારી દીધા હતા.
5/6
ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરતાં 159/8 નો સ્કૉર બનાવ્યો હતો, ત્યારબાદ જવાબમાં ભારતના કેએલ રાહુલે (101*) ની ધૂંઆધાર સદીની મદદથી બે વિકેટ ગુમાવીને 19મી ઓવરમાં જ લક્ષ્યને હાંસિલ કરી દીધો હતો. કુલદીપ યાદવ (5/24)એ તેની બેસ્ટ બૉલિંગના સહારે મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
6/6
નવી દિલ્હીઃ ભારતે ઓલ્ડ ટ્રેફર્ડ, માન્ચેસ્ટરમાં રમાયેલી પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડને 8 વિકેટથી હારવીને ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.