આ પછી વર્ષ 2018ના અંડર-19 વિશ્વકપમાં ભારત તેની કેપ્ટન્સીમાં ચેમ્પિયન બન્યું હતું. જેમાં તેણે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 100 બોલમાં 94 રન ફટકાર્યા હતા.
2/8
સ્કૂલ ક્રિકેટ અને મુંબઈના સ્થાનિક ક્રિકેટમાં શાનદાર દેખાવ કરનારા પૃથ્વીની સરાહના તેંડુલકર અને ગાવસ્કર પણ કરી ચૂક્યા છે. તે 2017માં મુંબઈ તરફથી રણજી મેચ રમ્યો હતો.
3/8
માતાની ગોદ ગુમાવ્યા બાદ પૃથ્વી પિતાના પ્રેમ અને ક્રિકેટના સહારે જિંદગીમાં આગળ વધ્યો છે. તેની બેટ્સમેન તરીકેની વિશિષ્ટ પ્રતિભાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. તે 11 વર્ષનો હતો ત્યારે એક કંપનીની આર્થિક મદદ મળતાં તેનો પરિવાર વિરાર આવી ગયો હતો.
4/8
બિહારના ગયાના મૂળ રહેવાસી એવા પંકજ શો વર્ષો પહેલા મુંબઈ આવીને સ્થાયી થયા હતા અને પછી મહારાષ્ટ્રીય બની ગયા છે. તેમણે માત્ર ત્રણ વર્ષની ઉંમરે પૃથ્વીને વિરારની ક્રિકેટ એકેડમીમાં એડમીશન અપાવી દીધું હતું.
5/8
પૃથ્વી માત્ર ચાર વર્ષનો હતો ત્યારે તેની માતાનું મૃત્યુ થયું હતું. જોકે તેના પિતા પંકજે ક્યારેય તેને માતાની ખોટ પડવા દીધી નહોતી. પૃથ્વીના પિતાની સાથે-સાથે તેની માતાની ભૂમિકા પણ પંકજ શોએ ખુબ જ કાળજીપૂર્વક નિભાવી હતી. પૃથ્વી માત્ર ચાર વર્ષનો હતો અને તેની માતાનું અવસાન થયું ત્યારે તેના પિતા પંકજ કપડાંનો ધંધો કરતા હતા. પુત્રના ઉછેરની જવાબદારીને કારણે તેમને ધંધો બંધ કરવાનો વારો આવ્યો હતો.
6/8
માત્ર 18 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં સદી સાથે શરૂઆત કરનારા પૃથ્વીને નાની ઉંમરમાં ઘણાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. મૂળ બિહારનો શો પરિવાર વર્ષોથી મહારાષ્ટ્રમાં સ્થાયી થયો હોવાથી હવે મહારાષ્ટ્રીય બની ગયો છે.
7/8
રાજકોટમાં શરૂ થયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં ભારત તરફથી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રારંભ કરનારા 18 વર્ષના બેટ્સમેન પૃથ્વી શોએ તેની સૌપ્રથમ ટેસ્ટ સદી પિતા પંકજ શોને અર્પણ કરી હતી.
8/8
રાજકોટ: વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કરનારા ભારતના યુવા ઓપનર પૃથ્વી શોએ 99 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે.