તમીમને ગત મહિને એશિયા કપમાં બેટિંગ દરમિયાન હાથમાં ફ્રેક્ચર થયું હતું, તેમ છતાં તેણે અંતિમ ઓવરમાં બેટિંગ કરી હતી. જેને લઈ તે ચર્ચામાં આવ્યો હતો.
2/4
ખલીજ ટાઇમ્સ સાથે વાત કરતાં તમીમ ઇકબાલે કહ્યું કે, ક્યારેક ક્યારેક મને લાગે છે તે વ્યક્તિ નથી. આવું તેના પ્રદર્શનના કારણે થાય છે. જેવો તે બેટિંગમાં ઉતરે છે ત્યારે દરેક મેચમાં સદી ફટકારશે તેમ લાગે છે. તે જે રીતે પોતાને ફીટ રાખે છે, ખેલ પર કામ કરે છે તે અવિશ્વસનીય છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં તે નંબર વન છે.
3/4
ઢાકાઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની બેટિંગના પ્રશંસકમાં વધુ એક ખેલાડીનો ઉમેરો થયો છે. બાંગ્લાદેશના ઓપનિંગ બેટ્સમેન તમીમ ઈકબાલે કહ્યું કે, ભારતીય કેપ્ટન માણસ હોય તેવું ક્યારેક ક્યારેક લાગતું નથી.
4/4
તે એક એવો વ્યક્તિ છે જેને જોઈ તેમાંથી કંઇક શીખી શકાય છે. તે શાનદાર ખેલાડી છે. છેલ્લા 12 વર્ષમાં રમેલા તમામ મહાન ખેલાડીઓને મેં જોયા છે. તેમના દરેકના મજબૂત પક્ષ છે પરંતુ વિરાટ જેવો દબદબો બનાવ્યો હોય તેવો એકપણ વ્યક્તિ મેં જોયો નથી.