શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પિંક બોલથી રમવું સરળ નથી, ભારત-પાકિસ્તાન મેચ જેવો રોમાંચ: વિરાટ કોહલી
કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, પ્રથમ કલાક ખૂબ એક્સાઇટિંગ હશે. ખેલાડીઓ ખૂબ ઉત્સાહિત હશે અને લોકોને પણ ઘણી મજા આવશે. રોમાંચના મામલે પિંક બોલ ટેસ્ટની તુલના ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપ મેચ સાથે કરી હતી.
કોલકાતાઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પિકં બોલ ટેસ્ટ મેચના એક દિવસ પહેલા મોટું નિવેદન આપ્યું છે. કોહલીએ કહ્યું, આ બોલથી રમવું મુશ્કેલ અને પડકારજનક હશે. ડે નાઇટ ફોર્મેટમાં ટેસ્ટ મેચ રમાનારી હોવાથી થોડું પડકારજનક છે. પિંક બોલથી રમવું સરળ નથી. બોલરને ઘણો બૂસ્ટ મળશે. પ્રથમ કલાક ખૂબ એક્સાઇટિંગ હશે. ખેલાડીઓ ખૂબ ઉત્સાહિત હશે અને લોકોને પણ ઘણી મજા આવશે. રોમાંચના મામલે પિંક બોલ ટેસ્ટની તુલના ભારત-પાકિસ્તાનની વર્લ્ડકપ મેચ સાથે કરી હતી.
કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ટેસ્ટ મેચનું પ્રથમ સેશન મુશ્કેલ હશે. બોલિંગ કેવી હશે, બેટ્સમેનો કેવી બેટિંગ કરે છે તે જોવું રસપ્રદ હશે. એક વખત આદત પડી ગયા બાદ ડે નાઇટ ફોર્મેટમાં રમવું નોર્મલ થઈ જશે. કોલકાતા ટેસ્ટ મેચમાં મોટી સંખ્યમાં દર્શકો આવવાની આશા છે. પિંક બોલ ટેસ્ટને લઇ લોકો ઉત્સાહિત છે. ભારત-પાકિસ્તાન મેચ વખતે આવું થતું હતું, ત્યારે મોટા-મોટા ક્રિકેટરો હતો અને તમામ મેચ અંગે વાત કરતા અને વિચારતા હતા.
કોહલીએ કહ્યું, પિંક બોલથી ફિલ્ડિંગ કરવી સૌથી મુશ્કેલ છે. તે ઝડપથી ફિલ્ડરના હાથમાં આવે છે. મેં સ્લિપમાં જોયું છે કે તે હાથમાં ખૂબ ઝડપથી પહોંચે છે અને તેથી ફિલ્ડિંગ કરવી મુશ્કેલ હશે. ભારતમાં ઝાકળ એક મોટું ફેક્ટર છે. તમે પહેલાથી ન જાણી શકો કે ક્યારે આવશે અને ક્યારે નહીં. તેથી અંતિમ સેશનમાં તેના પર ઘણું નિર્ભર રહેશે. વિદેશમાં પણ આમ થાય છે.Virat Kohli on India's first day-night Test match at the Eden Gardens in Kolkata tomorrow: This pink ball Test match is a challenge for us. It is very exciting for us as the energy will be very high. It is a landmark occasion. pic.twitter.com/3l6He0vWfO
— ANI (@ANI) November 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion