શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ગુજરાતી ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત, 2007ના T20 વર્લ્ડકપમાં હતો હીરો
ઇરફાન પઠાણે 2012 બાદ કોઇ ઇન્ટરનેશનલ મેચ નથી રમી, તેને છેલ્લી મેચ 2જી ઓક્ટોબર, 2012ના દિવસે શ્રીલંકા વિરુદ્ધ ટી20 રમી હતી.
વડોદરા: ભારતના 2007 ટી-20 વર્લ્ડકપના હીરો ઈરફાન પઠાણે શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની જાહેરાત કરી દીધી છે. નિવૃતિની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, આજે હું તમામ પ્રકારની ક્રિકેટ ફોર્મેટમાંથી સન્યાસ લઈ રહ્યો છું. આ મારા માટે ભાવનાત્મક ક્ષણ છે, પરંતુ આ એવો ક્ષણ છે જે તમામ ખેલાડીઓના જીવનમાં આવે છે. નાનકડી જગ્યાએથી અને મને સચિન તેંડુલકર અને સૌરભ ગાંગુલી જેવા મહાન ખેલાડીઓ સાથે રમવાની તક મળી , જેની સૌ કોઈને તમન્ના હોય છે.
ઈરફાને પોતાની ટીમના તમામ સભ્યો, કોચ, સ્પોર્ટ સ્ટાફ અને ફેન્સનો આભાર માન્યો. તેમણે કહ્યું કે , હું તે તમામ સાથીઓ, કોચ અને સ્પોર્ટ્સ સ્ટાફનો આભારી છું, જેઓએ મને હંમેશા સપોર્ટ કર્યો.
2007 વર્લ્ડકપની ફાઇનલમાં બન્યો હતો મેન ઓફ ધ મેચ
ભારતે 2007ના વર્લ્ડકપની ફાઇનલમાં કટ્ટર હરિફ પાકિસ્તાનને હરાવીને ખિતાબ જીત્યો હતો. આ ફાઇનલ મેચમાં પઠાણે ઘાતક બોલિંગ કરી હતી. 4 ઓવરમાં માત્ર 16 રન આપી તેણે 3 વિકેટ ઝડપી હતી. જેમાં શાહિદ આફ્રિદીની વિકેટ પણ હતી. પઠાણના આ પ્રદર્શન બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ફાઇનલ મેચ બાદ પઠાણે કહ્યું, આફ્રિદીને આઉટ કર્યા બાદ બધા ખેલાડીઓ ખુશીના માર્યા મારી પર ચઢી ગયા હતા. મેં બધાને કહ્યું કે, હટી જાવ મને શ્વાસ લેવા દો. વિશ્વકપ જીતવો મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ હતી.
પઠાણનો કરિયર ગ્રાફ
ઇરફાન પઠાણે 2012 બાદ કોઇ ઇન્ટરનેશનલ મેચ રમ્યો નહોતો. તેણે છેલ્લી મેચ 2જી ઓક્ટોબર, 2012ના દિવસે શ્રીલંકા વિરુદ્ધ ટી20 રમી હતી. ઇરફાન પઠાણે ભારત તરફથી 29 ટેસ્ટ મેચ રમી છે, જેમાં 100 વિકેટો ઝડપી છે. સાથે 1105 રન પણ બનાવ્યા છે. એક સદી અને છ અડધીસદી પણ સામેલ છે.
ઇરફાન પઠાણે 120 વનડે અને 24 ટી20 મેચો પણ રમી છે. 1544 રન બનાવ્યા છે. જેમાં 5 અડધી સદી સામેલ છે. પઠાણે તમામ ફોર્મેટમાં કુલ 301 વિકેટ ઝડપી છે. ઉલ્લેખનીય છે કે ઈરફાન પઠાન હાલમાં એકમાત્ર એવા બોલર છે જેમણે ટેસ્ટ મેચમાં પોતાની પહેલી ઓવરમાં જ હેટ્રિક લીધી હતી.
વસીમ અક્રમને માનતો હતો આદર્શ
ઇરફાન પઠાણ વસીમ અક્રમને તેનો આદર્શ માનતો હતો. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, બાળપણથી જ હું તેને રમતો જોતો હતો. તેની બોલ ફેંકવાની એકશન, સ્વિંગ પર કાબેલિયત, રિવર્સ સ્વિંગ ફેંકવાની કલાએ મને ક્રિકેટ રમવા પ્રેરિત કર્યો હતો. તેમને જોઈને જ મેં ક્રિકેટ રમવાનો ફેંસલો લીધો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement