શોધખોળ કરો
ભારતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે વન ડે શ્રેણી માટે ટીમ કરી જાહેર, જાણો કોને મળ્યું સ્થાન
1/4

2/4

નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે. ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ વન ડે શ્રેણી રમશે. જે બાદ ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. અહીં પણ વન ડે શ્રેણીથી પ્રવાસની શરૂઆત કરશે. બીસીસીઆઈ દ્વારા આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે રમાનારી વન ડે શ્રેણી માટે ટીમ જાહેર કરવામાં આવી હતી.
3/4

ઓસ્ટ્રેલિયા સામેની વન ડે શ્રેણીમાં ધોની અને જાડેજા બંનેને સ્થાન મળ્યું છે. અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બોલિંગ આક્રમણ વધારે મજબૂત બનાવવા માટે મોહમ્મદ શમીને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ ફોર્મમાં ચાલી રહેલો લોકેશ રાહુલ ટીમમાં સ્થાન ટકાવી રાખવામાં સફળ રહ્યો છે.
4/4

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી માટે ભારતીય ટીમ - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખાલિલ અહમદ, મોહમ્મદ શમી
Published at : 24 Dec 2018 06:15 PM (IST)
View More





















