શોધખોળ કરો
Advertisement
INDvsPAK U19 World Cup: ભારત સાતમી વખત ફાઇનલમાં પહોંચ્યું, આ યુવા ખેલાડી રહ્યા જીતના હીરો
ભારતે અંડર-19 વર્લ્ડકપમાં પાકિસ્તાનને સતત ચોથી વખત હરાવ્યું હતું. આ પહેલા ભારતે 2012ની ક્વાર્ટર ફાઇનલમાં 1 વિકેટથી, 2014માં 40 રનથી અને 2018ની સેમિ ફાઇનલમાં 203 રનથી હાર આપી હતી.
નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં ભારત કટ્ટર હરિફ પાકિસ્તાનને 10 વિકેટથી હરાવીને અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચી ગયું છે. ભારત અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં સાતમી વખત પહોંચ્યું છે. ભારતે અંડર-19 વર્લ્ડકપમાં પાકિસ્તાનને સતત ચોથી વખત હરાવ્યું હતું. આ પહેલા ભારતે 2012ની ક્વાર્ટર ફાઇનલમાં 1 વિકેટથી, 2014માં 40 રનથી અને 2018ની સેમિ ફાઇનલમાં 203 રનથી હાર આપી હતી. પાકિસ્તાને ભારતને 173 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 35.2 ઓવરમાં વિના વિકેટે ટાર્ગેટ ચેઝ કરતા 176 રન બનાવ્યા હતા.
યશસ્વી જયસ્વાલઃ 176 રનના ટાર્ગેટને હાંસલ કરતી વખતે યશસ્વી જયસ્વાલે અણનમ 105 રનની ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 6 સિક્સ અને 8 ફોર મારી હતી. આ ઉપરાંત બોલિંગમાં પણ તેણે કમાલ દેખાડ્યો હતો. 3 ઓવરમાં 11 રન આપી તેણે પાકિસ્તાનના ઓપનર હૈદર અલીની વિકેટ લીધી હતી. દિવ્યાંશ સક્સેનાઃ યશસ્વી જયસ્વાલ (105) અને દિવ્યાંશ સક્સેના (59)એ શાનદાર બેટિંગ કરતા ભારતને જીત અપાવી હતી. દિવ્યાંશ સક્સેનાએ ફિલ્ડિંગમાં પણ શાનદાર યોગદાન આપ્યું હતું. તેણે પાકિસ્તાનના મોહમ્મદ હેરિસનો અકલ્પનીય કેચ કરવા સહિત મેચમાં કુલ બે કેચ ઝડપ્યા હતા.Snapshots from the batting display that was from Yashasvi Jaiswal & Divyaansh Saxena - Kudos Boys 😎💪 #TeamIndia #U19CWC pic.twitter.com/43a4lFgZbZ
— BCCI (@BCCI) February 4, 2020
સુશાંત મિશ્રાઃ પાકિસ્તાનના ગઢમાં ગાબડાં પાડવાનું કામ સુશાંત મિશ્રાએ કર્યું હતું. તેણે પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ હુરાયરાને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. 8.1 ઓવરમાં 28 રન આપી તેણે 3 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈઃ પ્રથમ વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનના બેટ્સમેનો સેટ થવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે રવિ બિશ્નોઈ ત્રાટક્યો હતો અને તેણે 16 બોલ રમી ચુકેલા ફહાદ મુનીરે 0 રને આઉટ કરી પાકિસ્તાન પર દબાણ સર્જયુ હતું. 10 ઓવરમાં 46 રન આપી 2 વિકેટ લીધી હતી. INDvNZ: આવતીકાલે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ 2024માં મોદી નહીં આ નેતા બની શકે છે પ્રધાનમંત્રી, નામ જાણીને ચોંકી જશો મોદી સરકારની અનોખી પહેલ, બિલ લો અને 1 કરોડનું ઈનામ મેળવોThe future looks even brighter, when you have a younger brigade like this. Kudos to the boys for entering the finals of 2020 #U19CWC Super League by defeating Pakistan.
All the very best for the finals. pic.twitter.com/2cyK2Xf5EW — Jay Shah (@JayShah) February 4, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion