શોધખોળ કરો
Advertisement
2024માં મોદી નહીં આ નેતા બની શકે છે પ્રધાનમંત્રી, નામ જાણીને ચોંકી જશો
શરદ પવાર 2024 લોકસભા ચૂંટણી માટે બિનભાજપ પક્ષોના જૂથને એક સાથે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
મુંબઈઃ શરદ પવાર 2024માં પ્રધાનમંત્રી બની શકે છે. જે રીતે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર છે અને તે રીતે લોકસભામાં પણ તમામ સાથે આવીને ચૂંટણી લડે તો શરદ પવાર પ્રધાનમંત્રી બનશે તેમ મહારાષ્ટ્રના કર્જત-જામખેડાથી એનસીપીના ધારાસભ્ય રોહિત પવારે કહ્યું હતું. રોહિત પવાર શરદ પવારના પૌત્ર છે.
રોહિત પવારના નિવેદન બાદ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. શરદ પવાર 2024 લોકસભા ચૂંટણી માટે બિનભાજપ પક્ષોના જૂથને એક સાથે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા શરદ પવારે શિવસેના અને કોંગ્રેસ જેવા વિરુદ્ધ વિચારધારા ધરાવતા પક્ષોને સાથે લઈને આવ્યા તેવી જ રીતે કેન્દ્રમાં સત્તા હાંસલ કરવા દેશભરની પાર્ટીઓને એકજૂથ કરવાની તૈયારી કરી રહ્યા છે. મહારાષ્ટ્રની ઠાકરે સરકારને ભવિષ્યની કેન્દ્ર સરકારની એક ઝલક તરીકે જોવામાં આવી રહી છે.
1991માં આ કારણે PM ન બની શક્યા પવાર
શરદ પવાર 1991માં રાજીવ ગાંધીની હત્યા બાદ પ્રધાનમંત્રી પદની નજીક પહોંચી ગયા હતા. તે સમયે પીએમ બનવાનો મોકો મળી શકતો હતો પરંતુ ગાંધી પરિવારના નજીકના લોકોએ ભૂતકાળમાં તેમના રાજીવ ગાંધી સાથેના અણબનાવનો ઉલ્લેખ કરી પી.વી.નરસિંહા રાવનું નામ સૂચવ્યું હતું. તે સમયે પવારને કહેવામાં આવ્યું કે રાવની તુલનામાં તમારી ઉંમર નાની છે અને ભવિષ્યમાં પીએમ બનવાનો મોકો મળી શકે છે. નરસિંહા રાવ પીએમ બની ગયા અને પીએમ બનવાનો મોકો શરદ પવારને હજુ સુધી મળ્યો નથી.
મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં ભજવ્યો કી રોલ
80 વર્ષીય શરદ પવાર મહારાષ્ટ્રમાં મહાવિકાસ ગઠબંધનની સરકાર બનાવીને સાબિત કરી ચુક્યા છે કે તેઓ હજુ રાજકીય રીતે સર્કિય છે અને તેમની મહત્વકાંક્ષા યથાવત છે. વિધાનસભા ચૂંટણીમાં એનસીપી 54 સીટ જીતીને ત્રીજા નંબર પર હતી. જે બાદ અનેક દિવસોના નાટકીય ઘટનાક્રમ પછી શિવસેના અને કોંગ્રેસ સાથે મળી તેમણે સરકાર રચી અને આજે તેમનો ભત્રીજો અજીત પવાર રાજ્યનો ઉપમુખ્યમંત્રી છે.
મોદી સરકારની અનોખી પહેલ, બિલ લો અને 1 કરોડનું ઈનામ મેળવો
ICC U19 WC Ind vs Pak: ભારતીય ક્રિકેટરે પકડ્યો શાનદાર કેચ ને પલટાઈ ગઈ મેચ!
BJPમાં એવું કોઈ નથી જે પાકિસ્તાનમાં જઈ ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવી શકે, અમારા ઉમેદવારે કરી બતાવ્યુઃ રાહુલ ગાંધી
IND v NZ: આવતીકાલે પ્રથમ વન ડે, આ 11 ખેલાડી સાથે મેદાનમાં ઉતરી શકે છે કોહલી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
ઓટો
Advertisement