શોધખોળ કરો
Advertisement
INDvNZ: આવતીકાલે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
ત્રણ મેચની વન ડે શ્રેણી પૈકીની પ્રથમ વન ડે 5 ફેબ્રુઆરીના રોજ સેડન પાર્ક-હેમિલ્ટન ખાતે રમાશે.
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ થશે. ભારતે ન્યૂઝીલેન્ડનો ટી-20 સીરિઝમાં 5-0થી વ્હાઇટવોશ કર્યો હોવા વન ડે શ્રેણી જીતવા પણ ભારતની ટીમ ફેવરિટ છે. પાંચમી ટી-20 દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓપનર રોહિત શર્મા ઇજાગ્રસ્ત થયો હતો અને તેના સ્થાને મયંક અગ્રવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કેટલા વાગે થશે ટૉસ ?
ત્રણ મેચની વન ડે શ્રેણી પૈકીની પ્રથમ વન ડે 5 ફેબ્રુઆરીના રોજ સેડન પાર્ક-હેમિલ્ટન ખાતે રમાશે. ભારતીય સમય પ્રમાણે સવારે 7.00 કલાકે ટૉસ થશે અને 7.30 કલાકથી મેચની શરૂઆત થશે.
કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેંગલુરુમાં રમાનારી ત્રીજી વન ડે મેચનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. Star Sports 1 અને Star Sports 1 HD પરથી અંગ્રેજીમાં તથા Star Sports 3 અને Star Sports 3 HD પરથી હિન્દીમાં કોમેન્ટ્રી પ્રસારિત થશે. મેચનું ઓનલાઇન સ્ટ્રીમિંગ હૉટસ્ટાર પરથી જોઈ શકાશે.
ટીમ ઈન્ડિયાની નવી ઓપનિંગ જોડી
ભારતના બંને મુખ્ય ઓપનર રોહિત શર્મા અને શિખર ધવન ઘાયલ હોવાથી સીરિઝમાંથી બહાર છે. તેના સ્થાને ટીમ ઈન્ડિયાના નવા યુવા ઓપનરોને અજમાવશે. કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, પૃથ્વી શો ઓપનિંગ કરશે. તેની સાથે મયંક અગ્રવાલ ઓપનિંગમાં આવી શકે છે. કોહલી લોકેશ રાહુલને મિડલ ઓર્ડરમાં રમાડવા માંગતો હોવાનું તેણે સ્પષ્ટ કર્યું હતું.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ પૃથ્વી શૉ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, લોકેશ રાહુલ, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર
2024માં મોદી નહીં આ નેતા બની શકે છે પ્રધાનમંત્રી, નામ જાણીને ચોંકી જશો
મોદી સરકારની અનોખી પહેલ, બિલ લો અને 1 કરોડનું ઈનામ મેળવો
ICC U19 WC Ind vs Pak: ભારતીય ક્રિકેટરે પકડ્યો શાનદાર કેચ ને પલટાઈ ગઈ મેચ!
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
બિઝનેસ
Advertisement