શોધખોળ કરો

ભારત વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટી20 આજે, આ યુવા ખેલાડીઓ પર રહેશે નજર

યુવા ખેલાડી શ્રેયસ ઐય્યર તથા મનીષ પાંડે માટે આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ બની રહેશે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યા પછી વિરાટ સેના પહેલી વાર આજે મેદાનમાં ઉતરશે. ટીમ ઇન્ડિયાનો આગામી લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયામાં રમનાર 2020નો ટી-20 વર્લ્ડકપ છે. ટી-20 એવો ફોર્મેટ છે જેમાં આજે ભારતની વિરુદ્ધ રમનાર વેસ્ટ ઇન્ડિઝની ટીમ મહારત ધરાવે છે. વિન્ડીઝ માટે વર્લ્ડકપ 2019 નિરાશાજનક રહ્યો હતો. પોઈન્ટ્સ ટેબલમાં તેઓ માત્ર અફઘાનિસ્તાન કરતા આગળ હતા. બંને દેશ ફ્લોરિડા ખાતે 3 મેચની સિરીઝની પ્રથમ ટી-20 આજે રમશે જેની શરૂઆત ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે થશે. યુવા ખેલાડી શ્રેયસ ઐય્યર તથા મનીષ પાંડે માટે આ પ્રવાસ મહત્ત્વપૂર્ણ બની રહેશે. તેઓ ટીમમાં પોતાની ઉપયોગીતા પૂરવાર કરવાનો પ્રયાસ કરશે. કોહલીને સીમિત ઓવરો ફોર્મેટમાં આરામ આપવાની શક્યતા હતી પરંતુ સ્ટાર ફોસ્ટ બોલર જસપ્રીત બુમરાહને બાદ કરતાં પૂરી મજબૂત ટીમ પસંદ કરવામાં આવી છે. બુમરાહ 22 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સીરીઝ રમશે. હાર્દિક પંડ્યાને સમગ્ર ટૂર માટે આરામ આપવામાં આવ્યો છે. શ્રેયસ અય્યર અને મનીષ પાંડે માટે આ પ્રવાસ મહત્વપૂર્ણ હશે જેનો ઉદ્દેશ્ય પોતાની ઉપયોગિતા પુરવાર કરવાની રહેશે. પાંડેએ ભારત માટે છેલ્લી મેચ નવેમ્બર 2018માં અને અય્યરે ફેબ્રુઆરી 2018માં રમી હતી. ભારતની સામે પડકાર મધ્યક્રમની સમસ્યાઓથી ઉકેલ મોકલવાનો પણ હશે. પાંડે અને અય્યર બંને વિન્ડીઝ પ્રવાસ પર ગયેલી ભારત-એ ટીમનો હિસ્સો હતો અને સારી ઇનિંગ રમી ચૂક્યો છે. સ્પિનર વોશિંગટન સુંદર અને ફાસ્ટ બોલર ખલીલ અહમદ તથા દીપક ચાહર પણ ટી20 ટીમમાં પર ફર્યા છે. ફાસ્ટ બોલર નવદીપ સૈની અને દીપકનો ભાઈ રાહુલ પણ ટીમમાં છે. ભારત રવિન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા અને વોશિંગ્ટન સુંદરમાંથી કોને કોને પ્લેઈંગ 11માં તક આપે છે તે પણ જોવાનું રહેશે. બોલિંગમાં જસપ્રીત બુમરાહની જગ્યાએ ખલીલ અહેમદને સ્થાન મળે તે લગભગ નક્કી છે. જયારે કોહલી પાસે દિપક ચહર અને નવદીપ સૈની જેવી પ્રતિભા પણ છે. અનકેપ્ડ રાહુલ ચહર ટીમમાં એક માત્ર લેગ-સ્પિનર છે અને તેનું રમવું લગભગ નક્કી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Embed widget