શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના આ પૂર્વ ક્રિકેટરે સચિન તેંડુલકરના કર્યા ભરપેટ વખાણ, કહી આ મોટી વાત
હું એક એવા ખેલાડી વિશે વાત કરી રહ્યો છું જે માત્ર ક્રિકેટ રમવા માટે જ જન્મ્યો છે. મારા નમાં હંમેશા એ ભાવના હતી કે સચિન અને ક્રિકેટ એક બીજા માટે બન્યા છે.
નવી દિલ્હીઃ સોમવારે જ્યારે સમગ્ર દેશ સચિનની ડબલ સેન્ચુરી બનાવાવની એનિવર્સરીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ-ઉલ-હકે YouTube પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે સચિનના વખામ કર્યા અને કહ્યું કે, 24 વર્ષની પોતાની કારકિર્દીમાં સચિને ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું. જણાવીએ કે, સચિન તેંડુલકરે 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. ઉપરાંત વિશ્વભરમાં તેના ઘણાં ફેન્સ છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇંઝમામ-ઉલ-હકે કહ્યું, “હું એક એવા ખેલાડી વિશે વાત કરી રહ્યો છું જે માત્ર ક્રિકેટ રમવા માટે જ જન્મ્યો છે. મારા નમાં હંમેશા એ ભાવના હતી કે સચિન અને ક્રિકેટ એક બીજા માટે બન્યા છે. હું મહાન સચિન તેંડુલકર વિશે વાત કરી રહ્યો છું. સચિને મને સૌથી વધારે આશ્ચર્યચકિત ત્યારે કર્યો જ્યારે મેં સચિનને 16-17 વર્ષની ઉંમરમાં મેદાનમાં જોયો. તેણે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રિકેટ રમ્યું અને વર્ષો સુધી અનેક અવિશ્વસનીય પ્રદર્શન કર્યું. આ માત્ર ત્યારે જ શક્ય છે જ્યારે ખેલાડીમાં એક અસાધારણ પ્રતિભા હોય.”
પોતાની વાત આગળ વધારતા ઇંઝમામે કહ્યું કે, “1989માં પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર તેણે પાકિસ્તાનના લેગ સ્પિનર અબ્દુલ કાદિર સામે પડકાર લીધો હતો અને એક ઓવરમાં ચાર છગ્ગા માર્યા હતા. તેણે પોતાના પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં વસીમ અકરમ, વકાર યૂનુસ અને ઇમરાન ખાન સહિત અનેક બોલરોનો સામનો કર્યો અને પોતાની બેટિંગના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા. તેના દ્વારા બનાવવામાં આવેલ રેકોર્ડની ક્યારેય કોઈએ કલ્પના પણ કરી ન હતી.”
ઇંઝમામે કહ્યું કે, “મોટાભાગના બેટ્સમેન 8,000-8,500 રન બનાવીને પોતાની કારકિર્દી પૂરી કરે છે. સચિન પહેલા માત્ર સુનીલ ગાવસકરે 10 હજાર રન બનાવ્યા હતા. જ્યારે સચિને પોતાની વનડે કારકિર્દીમાં 18 હજારથી પણ વધારે રન બનાવ્યા. હવે હું રાહ જોઈ રહ્યો છું કે સચિનનો શાનદાર રેકોર્ડ કોણ તોડશે.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement