શોધખોળ કરો
Advertisement
IPL: દિલ્હી-હૈદ્રાબાદની એલિમિનેટર મેચમાં બે વખત ઉછાળાયો ટોસ, જાણો કેમ
સિક્કો જમીન પર પડે તે પેહલા જ હોસ્ટ સંજય માંજરેકર અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને તેને હવામાં જ ઝડપી લીધો.
નવી દિલ્હીઃ ઇન્ડિય ટી20 લીગ વિશ્વની સૌથી મોટી લીગ છે. 60 મેચની આ લીગમાં કેપ્ટન પર ભારે દબાણ જોવા મળતું હોય છે. બુધવારે દિલ્હી અને હૈદ્રાબાદની વચ્ચે રમાયેલ એલિમિનેટર મેચ પહેલા પણ એવું જ જોવા મળ્યું. આ મેચમાં ટોસ પહેલા દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યર ખૂબ જ ઉતાવળમાં હતા. તે ટોસ કરવા માટે એટલા ઉતાવળ હતા કે સમય પહેલા જ સિક્કો ઉછાળી દીધો. જોકે, બન્ને કેપ્ટને અને રેફરીએ સાથે ટોસ કરાવવા માટે આવેલ સંજય માંજરેકરે તેને અધવચ્ચે જ રોકી દીધા.
સિક્કો જમીન પર પડે તે પેહલા જ હોસ્ટ સંજય માંજરેકર અને સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને તેને હવામાં જ ઝડપી લીધો. માંજરેકરે કહ્યું કે, ‘આટલી જલ્દી નહીં. તું સિક્કો ઉછાળવા માટે ઘણો ઉત્સાહિત લાગી રહ્યો છે. માંજરેકરે કહ્યું કે, આ માન્ય નહીં ગણાય. સિક્કો જ્યારે બીજીવાર ઉછાળવામાં આવ્યો ત્યારે દિલ્હીએ ટૉસ જીત્યો અને પ્રથમ બોલિંગ પસંદ કરી.Skipper Iyer eager to get things started here in Vizag ???????? pic.twitter.com/2EwJGEuFLh
— IndianPremierLeague (@IPL) May 8, 2019
દિલ્હીએ લીગ સ્ટેજમાં 14માંથી 9 મેચો જીતી હતી અને તેની પાસે કુલ 18 પૉઈન્ટ હતા. જ્યારે સનરાઈઝર્સ 12 પોઈન્ટ્સ સાથે પ્લેઑફમાં પહોંચી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion