પુણેઃ સનરાઇઝર્સ હૈદરાબાદે આપેલા 180 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે 19 ઓવરમાં 2 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. ચેન્નાઈ વતી અંબાતી રાયડૂએ શાનદાર સદી ફટકારી હતી. આ તેની આઈપીએલ કરિયરની પ્રથમ સદી હતી. રાયડૂ અને વોટસને પ્રથમ વિકેટ માટે 134 રનની ભાગીદારી કરી હતી. રાયડૂ 100 અને ધોની 20 રને અણનમ રહ્યા હતા.
2/4
આજની મેચ પહેલા ચેન્નાઇની ટીમે અત્યાર સુધીમાં 11 મેચમાંથી 7 મેચ જીતી લીધી છે. અને જો SRHને હરાવશે તો ચેન્નાઇનું પ્લેઓફમાં પહોચવું નિશ્ચિત થઇ જશે. SRH પણ અત્યાર સુધીમાં 11 મેચ રમીને 9 મેચમાં જીત હાસલ કરીને પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે.
આ પહેલાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 179 રન બનાવ્યા હતા. હૈદરાબાદ વતી શિખર ધવને સર્વાધિક 79 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન કેન વિલિયમસને 51 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી શાર્દૂલ ઠાકુરે 2 વિકેટ લીધી હતી.