શોધખોળ કરો
Advertisement
DD VS KKR : દિલ્લી ડેરડેવિલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 55 રને હરાવ્યું
નવી દિલ્હી: શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ પહેલી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સે ખેલાડીઓના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સ પર જોરદાર વિજય મેળવી ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનમાં કમબેક કર્યું છે. દિલ્હી ડેરડેવિલ્સે પહેલા બેટિંગ કરી 4 વિકેટે 219 રન બનાવ્યા હતા, કોલકાતા નાઇટરાઇડર્સની ટીમ 20 ઓવરમાં 164 રન જ બનાવી શકી. દિલ્હીએ મેચ 55 રને જીતી લીધી.
કોલકાતા નાઈટ રાઈડર્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા દિલ્હી ડેરડેવિલ્સની ટીમેને આમંત્રણ આપ્યું હતું. દિલ્હીએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 219 રન બનાવી કોલકાતાને જીત માટે 220 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
શ્રેયસ અય્યરે આક્રમક બેટિંગ કરતા 40 બોલમાં 93 રન બનાવ્યા હતા. જ્યારે પૃથ્વી શો એ 44 બોલમાં 62 રન બનાવી પોતાની અડધી સદી નોંધાવી હતી.
દિલ્હીએ ટીમમાં ફેરફાર કર્યા છે. ગૌતમ ગંભીરને પ્લઈંગ ઈલેવનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ વિજય શંકરને તક આપવામાં આવી છે. ત્યાં, ડેનિયલ ક્રિશ્ચિયનની જગ્યાએ કોલિન મુનરોને સ્થાન આપ્યું છે.
આ મેચમાં દિલ્હી પોતાના નવા કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં રમી રહી છે. ગૌતમ ગંભીરે ટીમના ખરાબ પ્રદર્શનના કારણે કેપ્ટનનું પદ છોડ્યું છે અને તેના બાદ શ્રેયસને દિલ્હીની કમાન સોંપવામાં આવી છે. શ્રેયસ આઈપીએલમાં કોઈ ટીમનું કેપ્ટનશિપ કરનાર ચોથો સૌથી યુવા કેપ્ટન બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement