આઈપીએલમાં અત્યાર સુધી રમાયેલા મુકાબલાની વાત કરવામાં આવે તો ધોનીની કિસ્મત તમામ ટીમો પર ભારે પડી છે. ધોનાના નેતૃત્વમાં ચેન્નાઈ બે વખત ફાઇનલમાં પહોંચ્યું અને 4 વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થયું છે. ધોનીની કિસ્મત માત્ર ફાઇનલ કે પ્લેઓફમાં પહોંચવા પૂરતી જ નહીં પરંતુ ટોસ જીતવાના મામલે પણ છે.
2/5
આઈપીએલ 11માં ટોસ જીતવાના મામલે રોહિત શર્મા અને રહાણેની કિસ્મત સૌથી વધારે ખરાબ રહી છે. તેઓ માત્ર 5-5 વખત જ ટોસ જીતી શક્યા છે. તેમ છતાં રહાણેની ટીમ રાજસ્થાન રોયલ્સ પ્લેઓફમાં સ્થાન મેળવી શકી છે, જ્યારે ગત વર્ષની આઈપીએલ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બહાર ફેંકાઈ ગઈ છે.
3/5
કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે 8 વખત ટોસ જીત્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન વિરાટ કોહલી અને સનરાઇઝર્સ હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમસન 7-7 વખત ટોસ જીત્યા છે. વિરાટની ટીમ આરસીબી 7 વખત ટોસ જીતી હોવા છતાં પ્લેઓફમાં પ્રવેશ કરી શકી નથી.
4/5
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2018માં 56 મેચોની સફર બાદ લીગ મુકાબલાનો રાઉન્ડ ખતમ થઈ ચુક્યો છે. હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા અને રાજસ્થાનની ટીમો આ વખતે પ્લેઓફમાં સ્થાન જમાવવામાં સફળ થઈ છે.
5/5
આઈપીએલમાં 11માં ચેન્નાઈએ રમેલી 14 મેચમાંથી 9 વખત ધોની ટોસ જીતવામાં સફળ રહ્યો છે. જેમાં ધોનીએ માત્ર એક વખત જ પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ધોની ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાનું વધારે પસંદ કરે છે.