મેચ બાદ પંજાબના લોકેશ રાહુલ અને મુંબઈના હાર્દિક પંડ્યાએ સ્પોર્ટસમેન સ્પિરીટ દર્શાવ્યો હતો. બંનેએ ફૂટબોલ મેચની જેમ જર્સીની અદલાબદલી કરી હતી.
2/6
જીત સાથે મુંબઈ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર આવી ગયું છે અને પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત છે.
3/6
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનની 50 મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબે બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. લોકેશ રાહુલે 60 બોલમાં 94 રનની ઈનિંગ રમી અને 19મી ઓવરના ત્રીજા બોલ પર બુમરાહની ઓવરમાં આઉટ થયો હતો.
4/6
જસપ્રીત બુમરાહની આ ઓવરે સમગ્ર મેચનું પાસું પલટી દીધું. રાહુલ આઉટ થયા બાદ તે ઘણો નિરાશ હતો. બુમરાહે આ ઓવરમાં 6 રન આપી અને રાહુલની મહત્વની વિકેટ લીધી હતી.
5/6
અંતિમ ઓવરમાં પંજાબને જીત માટે 17 રનની જરૂર હતી. યુવરાજને બેટિંગ ઓર્ડરમાં ઘણો નીચે ઉતારવામાં આવ્યો અને તે છેલ્લી ઓવરમાં 3 રન બનાવી આઉટ થઈ ગયો. જે બાદ અક્ષર પટેલે એક સિક્સ અને મનોજ તિવારીએ ફોર ફટકારી. તેમ છતાં ટીમ જીતી ન શકી.
6/6
પંજાબની ટીમ ત્રણ રનથી મેચ હારી ગઈ ત્યારે રાહુલ રડવાનું ટાળી શક્યો નહોતો. ટીમની હાર બાદ રાહુલ રડતો હોય તેવી તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. હાર બાદ પંજાબ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.