શોધખોળ કરો
હૈદ્રાબાદી બિરિયાની જોઈ તૂટી પડી કોહલી અને કંપની, સાથી ખેલાડીના ઘરે જામી મહેફિલ
1/4

ઉલ્લેખનીય છે કે, સોમવારે RCBને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેચ રમવાની છે. આ ટૂર્નામેન્ટ RCBનો દેખાવ સરેરાશથી પણ ઓછો રહ્યો છે. તેણે અત્યાર સુધી 9 મેચોમાંથી 3 મેચોમાં જ જીત મેળવી છે. પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે રહેલી કોહલીની ટીમ હવે સતત જીત મેળવીને પ્લેઑફમાં પહોંચવાના પૂરતા પ્રયત્નો કરવા માગશે.
2/4

ખેલાડીઓ બિરયાનીની મજા માણે છે તનો એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં વિરાટ ખેલાડીઓ સાથે નીચે જમીન પર ગાદલાં પર બેઠો છે. બધા ખેલાડીઓના હાથમાં પ્લેટ્સ છે. ગપગોળા કરતા-કરતા ડિનર સેશન ઘણું લાંબુ ચાલ્યું. રિપોર્ટ્સ અનુસાર ખેલાડીઓ અહીં બેસીને મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ પણ જોઈ. જણાવી દઈએ મોહમ્મદ સિરાજ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેના પિતા ઑટો રિક્શા ચલાવે છે. સિરાજને RCBએ એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Published at : 08 May 2018 08:00 AM (IST)
View More





















