શોધખોળ કરો
Advertisement
જે અમ્પાયર પર ભડક્યો’તો ધોની, તેણે જ બચાવી ધોનીની સજા, અમ્પાયરે કર્યો ખુલાસો
આઈપીએલની 12મી સીઝનમાં ગુરુવારે રમાયેલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અંતિમ ઓવરમાં મેદાન પર આવવાથી વિવાદ ઉભો થયો હતો.
નવી દિલ્હીઃ આઈપીએલની 12મી સીઝનમાં ગુરુવારે રમાયેલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અંતિમ ઓવરમાં મેદાન પર આવવાથી વિવાદ ઉભો થયો હતો. રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ રમાયેલ આ મેચમાં અંતિમ ઓવરમાં એક ફુલટોસ પર નો બોલ આપવા અને બાદમાં નિર્ણય બદલવાને કારણે ધોની નારાજ થયો હતો અને મેદાન પર આવી ગયો હતો. ધોનીના આ વર્તનને કારણે તેના પર મેચ ફીસના 50 ટકા દંડ લગાવ્યો હતો.
જોકે આ મામલે જોડાયેલ એક વ્યક્તિએ આઈએનએનલ સાથે વાત કરતાં કહ્યું કે, લેગ અમ્પાયર બ્રૂસ ઓક્સેફોર્ડના નિવેદન બાદ જ મેચ રેફરીએ નિર્ણય માત્ર મેચ ફી સુધી મર્યાદીત રાખ્યો નહીંતર ધોનીને વધારે સજા પણ થઈ શકી હોત.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, મેચ બાદ જ્યારે તમામ લોકો મેચ રેફરીના રૂમમાં મળ્યા તો ઓક્સેનફોર્ડે એ સ્પષ્ટ કર્યું કે, ચેન્નઈના કેપ્ટન ધોનીના મેદાન પર આવવા અને નો બોલ પર ચર્ચા કરવાને લઈને તેમને કંઈ ખોટું નથી લાગ્યું.
અન્ય એક અમ્પાયર એવું સમજી રહ્યા છે કે આ તે સમયે ગંભીરતને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલ નિર્ણય છે તો કેટલાક પૂર્વ ક્રિકેટ ખેલાડી ધોનીના આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement