શોધખોળ કરો
Advertisement
IPL 2019 ફાઇનલઃ રોમાંચક મેચમાં મુંબઈએ ચેન્નાઈને 1 રનથી આપી હાર, ચોથી વખત જીત્યો ખિતાબ
આઈપીએલ 2019ની હાઈપ્રોફાઈલ ફાઈનલમાં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો.
હૈદરાબાદઃ આઈપીએલ 2019ની હાઈપ્રોફાઈલ ફાઈનલમાં આજે ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો હતો. મેચમાં ધોનીના નેતૃત્વવાળી ચેન્નાઈ સુપરકિંગ્સને રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સે રોમાંચક મેચમાં 1 રનથી હાર આપીને ચોથી વખત ખિતાબ જીત્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલ મેચ જીતવા આપેલા 150 રનના લક્ષ્યાંક સામે ચેન્નાઈ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન જ બનાવી શક્યું હતું. ચેન્નાઇ તરફથી ઓપનર શેન વોટસને 59 બોલમાં 80 રન બનાવ્યા હતા. ડુપ્લેસિસે 13 બોલમાં 26 રન ફટકાર્યા હતા. મુંબઈ તરફથી જસપ્રીત બુમરાહે 4 ઓવરમાં રન આપીને 2 વિકેટ ઝડપી હતી. મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 149 રન બનાવ્યા હતા. પોલાર્ડ 25 બોલમાં 41 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. મુંબઈના ઓપનરો રોહિત શર્મા (15 રન) અને ક્વિન્ટન ડી કોકે (29 રન) 4.5 ઓવરમાં 45 રનની પાર્ટનરશિપ કરી હતી. મુંબઈ તરફથી દિપક ચહરે 3, ઇમરાન તાહિર અને શાર્દૂલ ઠાકુરે 2-2 વિકેટ ઝડપી હતી.Mumbai Indians beat Chennai Super Kings by 1 run to win IPL 2019 title #IPL2019Final pic.twitter.com/gZSGeNVfN5
— ANI (@ANI) May 12, 2019
મુંબઈની ટીમમાં એક બદલાવ કરવામાં આવ્યો છે. બંને ટીમો આ પ્રમાણે છે.Innings Break!
The @ChennaiIPL restrict #MumbaiIndians to a total of 149/8 in Finals of the #VIVOIPL. Will #CSK chase this down? pic.twitter.com/kVTcVqDnAq — IndianPremierLeague (@IPL) May 12, 2019
આઇપીએલના 12 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ ૩-૩ ટાઈટલ મુંબઈ અને ચેન્નાઈ જીતી ચૂક્યા છે અને આજની ફાઈનલની વિજેતા ટીમ સૌથી વધુ આઇપીએલ ટાઈટલ જીતવાનો રેકોર્ડ પોતાના નામે કરી દેશે. આઈપીએલમાં બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 27 મેચ રમાઇ છે. જેમાં મુંબઈએ 16માં જીત મેળવી છે અને 11માં હાર થઈ છે. ચેમ્પિયન્સ લીગ ટી-20માં બંને ટીમ બે બે વખત સામસામે થઈ છે અને બંનેએ 1-1 મેચમાં જીત મેળવી છે.A look at the Playing XI for #MIvCSK#IPLFinal pic.twitter.com/auGwfWJfI6
— IndianPremierLeague (@IPL) May 12, 2019
???????? Friendships can wait tonight ????#OneFamily #CricketMeriJaan #MumbaiIndians #IPL2019Final #MIvCSK @ImRo45 @msdhoni pic.twitter.com/LN6HsKKQaZ
— Mumbai Indians (@mipaltan) May 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
દેશ
Advertisement