શોધખોળ કરો
Advertisement
IPL 2019: પંજાબને જીતવા માટે હૈદરાબાદે 213 રનનો આપ્યો લક્ષ્યાંક
મેચમાં પંજાબ અને હૈદરાબાદ બંનેએ ત્રણ -ત્રણ બદલાવ કર્યા, પ્રભસિમરન સિંહે પંજાબ તરફથી કર્યુ ડેબ્યૂ
હૈદરાબાદઃ ડેવિડ વોર્નરના શાનદાર 81 રનની મદદથી હૈદરાબાદે કિંગ્સ ઇલેવન પંજાબને જીતવા માટે 213 રનનો ટાર્ગેટ આપ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા છે. વોર્નરે 56 બોલમાં 81 રનની આક્રમક ઇનિંગ રમી હતી. તેણે સહા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. બાદમાં મનીષ પાંડે સાથે બીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરી હતી.
આ અગાઉ પંજાબે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબ તરફથી આર અશ્વિન સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 30 રન આપીને બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીએ 36 રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઓફ સ્પિનર મુઝીબ ઉર રહમાન ખૂબ ખર્ચાળ બોલર રહ્યો હતો. તેણે ચાર ઓવરમાં 66 રન આપ્યા હતા.
મેચમાં પંજાબની ટીમમાં ત્રણ બદલાવ કરવામાં આવ્યા હતા. પ્રભસિમરન સિંહ આજે ડેબ્યૂ કરશે. જ્યારે હૈદરાબાદે પણ ટીમમાં ત્રણ ફેરફાર કર્યા છે. બંને ટીમો આ પ્રમાણે છે.
A look at the Playing XI for #SRHvKXIP pic.twitter.com/5Gk3sePxtE
— IndianPremierLeague (@IPL) April 29, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement