શોધખોળ કરો
IPLમાંથી બહાર થયો આ મિસ્ટ્રી સ્પિનર, 7 પ્રકારના નાંખી શકે છે બોલ
કિંગ્સ ઇલેવન પંજાબનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઇજાના કારણે આઇપીએલની બાકીની સિઝનમાંથી બહાર થઇ ગયો છે.
નવી દિલ્હીઃ કિંગ્સ ઇલેવન પંજાબનો મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી ઇજાના કારણે આઇપીએલની બાકીની સિઝનમાંથી બહાર થઇ ગયો છે. તમિલનાડુનો આ ખેલાડી આંગળીની ઇજાના કારણે આઇપીએલમાં મોટાભાગનો સમય બહાર જ રહ્યો છે. કિંગ્સ ઇલેવન પંજાબે પણ એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. ફ્રેન્ચાઇઝી મુજબ, વરુણ સીઝનની શરૂઆતમાં થયેલી ઇજામાંથી સંપૂર્ણ મુક્ત થઇ શક્યો નહોતો અને હવે તે ટીમની બાકીની મેચોમાં પણ નહીં રમી શકે.
કિંગ્સ ઇલેવન પંજાબે કહ્યું કે, તમિલનાડુ નિવાસી વરુણને રિલીઝ કરવામાં આવી રહ્યો છે અને તે ઘરે રહીને સારવાર કરાવશે. લેગ સ્પિનર ચક્રવર્તીએ વર્તમાન સીઝનમાં એક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમી હતી, જેમાં તેણે 35 રન આપીને એક વિકેટ ખેરવી હતી.
વરુણ તેની બોલિંગમાં સાત વિવિધતા હોવાનો દાવો કરે છે. જેમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પિન, યોર્કરનો સમાવેશ થાય છે. 27 વર્ષીય તમિલનાડુના લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીએ આઇપીએલ 2019ની હરાજીમાં ધૂમ મચાવી હતી. 20 લાખ રૂપિયાની બેસ પ્રાઇઝ સામે કિંગ્સ ઇલેવન પંજાબે તેને 8.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
વરુણે તમિલનાડુ તરફથી અત્યાર સુધીમાં માત્ર એક જ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. ગત વર્ષે નવેમ્બરમાં હૈદરાબાદ સામેની મેચમાં તેને એક સફળતા મળી હતી. આ ઉપરાંત તેણે લિસ્ટ-એમાં 9 મેચમાં 22 વિકેટ ઝડપી છે.
આફ્રિદીએ જાહેર કરી ઓલ ટાઇમ વર્લ્ડ કપ ઇલેવન, સચિન-ધોનીને ન મળ્યું સ્થાન, જાણો વિગત
ગાંધીનગરઃ ભાઇબહેનના એડમિશનની અરજી લઇ શિક્ષણમંત્રીને મળવા પહોંચ્યો ધોરણ 10નો વિદ્યાર્થી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement