શોધખોળ કરો
Advertisement
IPL : સેમસનની સદી એળે ગઈ, સનરાઇઝર્સે રાજસ્થાનને પાંચ વિકેટથી હરાવ્યું
હૈદરાબાદ: ડેવિડ વોર્નર(69), જોની બેયરસ્ટો (45) અને વિજય શંકર (35)ની શાનદાર ઇનિગ્સની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે સંજૂ સેમસનની (અણનમ 102) સદી પર પાણી ફેરવી દીધું હતું. આઈપીએલ સીઝન-12ની આઠમી મેચમાં સનરાઈઝર્સે રાજસ્થાનને પાંચ વિકેટથી પરાજય આપ્યો છે. હૈદરાબાદની બે મેચમાંથી આ પ્રથમ જીત છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ સતત બીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે.
રાજસ્થાન રોયલ્સના કેપ્ટ્ન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 198 રન બનાવી હૈદરાબાદને 199 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. તેના જવાબમાં 19 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 201 રન બનાવી જીત મેળવી હતી.
રાજસ્થાન રોયલ્સ તરફથી સંજુ સેમસને આક્રમક બેટિંગ કરતા 55 બોલમાં 102 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણે 49 બોલમાં 70 રન બનાવ્યા હતા. જોસ બટલર 5 રને રાશિદ ખાનની બોલિંગમાં આઉટ થયો હતો.A brilliant shot to finish the innings from @rashidkhan_19
The @SunRisers win by 5 wickets #SRHvRR pic.twitter.com/kGm5HqIWXy — IndianPremierLeague (@IPL) March 29, 2019
????
That's a CENTURY from @IamSanjuSamson. His second in #VIVOIPL ????????#RRvSRH pic.twitter.com/ZM0k1Dlzpp — IndianPremierLeague (@IPL) March 29, 2019
આ પહેલા બન્ને ટીમોએ આ સીઝનમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદને કોલકાતા નાઈટ રાઇડર્સે અને રાજસ્થાનને કિંગ્સ ઇલેવન પંજાબે માત આપી હતી. રાજસ્થાનની ટીમ: અજિંક્ય રહાણે, સંજુ સેમસન,જોસ બટલર, સ્ટીવ સ્મિથ, બેન સ્ટોક્સ, રાહુલ ત્રિપાઠી, કે ગૌથમ, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, જયદેવ ઉનડકટ અને ધવલ કુલકર્ણી હૈદરાબાદની ટીમ: ડેવિડ વોર્નર, જોની બેરિસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિજય શંકર, યુસુફ પઠાણ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ, સંદીપ શર્મા અને સિદ્ધાર્થ કોલThat moment when you pick up a key wicket in your second delivery. @rashidkhan_19, you beauty ????????@rajasthanroyals 22/1 after 4 overs https://t.co/GIRrhyCeZ4 #SRHvRR pic.twitter.com/EqkDYucqjM
— IndianPremierLeague (@IPL) 29 March 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement