શોધખોળ કરો
Advertisement
IPL 2019: હૈદરાબાદને જીતવા માટે મળ્યો 137 રનનો ટાર્ગેટ, પોલાર્ડના આક્રમક 46 રન
મુંબઇએ બે ફેરફાર કર્યા છે. યુવરાજસિંહના સ્થાને ઇશાન કિશન અને મલિંગાના સ્થાને અલ્ઝારી જોસેફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હૈદરાબાદઃ સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આઇપીએલ સીઝન 12ની 19મી મેચમાં હૈદરાબાદને જીતવા માટે 137 રનનો ટાર્ગેટ મળ્યો છે. મુંબઇએ પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 136 રન બનાવ્યા હતા. હૈદરાબાદને જીતવા માટે 137 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સ તરફથી પોલાર્ડે સૌથી વધુ 46 રનની ઇનિંગ રમી હતી. પોલાર્ડે 26 બોલમાં 46 રન બનાવ્યા છે જેમાં બે ચોગ્ગા અને છ સિક્સ સામેલ છે. મુંબઇની શરૂઆત સારી રહી નહોતી. ચોથી જ ઓવરમાં રોહિત શર્મા મોહમ્મદ નબીની ઓવરમાં દીપક હુડ્ડાને કેચ આપી બેઠો હતો. બાદમાં સૂર્યકુમાર યાદવ 7, ડિકોક 19, કિશન 17, કૃણાલ પંડ્યા 6 અને હાર્દિક પંડ્યા 14 રન જ બનાવી શક્યા હતા.
આ અગાઉ હૈદરાબાદના કેપ્ટન ભૂવનેશ્વર કુમારે મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદે પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કર્યો નથી. જ્યારે મુંબઇએ બે ફેરફાર કર્યા છે. યુવરાજસિંહના સ્થાને ઇશાન કિશન અને મલિંગાના સ્થાને અલ્ઝારી જોસેફનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement