શોધખોળ કરો
Advertisement
IPL Auction: આ ખેલાડીને બે સિઝનમાં કોઈએ ખરીદ્યો ન હતો, હવે ત્રણ ગણા રૂપિયામાં વેચાયો
ઇયોનની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા હતી. કેકેઆર સાથે દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી.
નવી દિલ્હીઃ કોલકાતામાં ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની આગામી સીઝન માટે ખેલાડીઓની હરાજી થઈ. જેમાં ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ વખત વર્લ્ડ કપ જિતાડનાર કેપ્ટન ઈયોન મોર્ગનને કોલકાતા નાઈટ રાઈડર્સે ખરીદ્યો છે. કોલકાતા નાઇટ રાઈડર્સ એટલે કે કેકેઆરે ઈયોન મોર્ગનને 5.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.
ઇયોનની બેઝ પ્રાઈઝ 1.5 કરોડ રૂપિયા હતી. કેકેઆર સાથે દિલ્હી કેપિટલ્સે પણ બોલી લગાવી હતી પણ અંતે કેકેઆરે બાજી મારી લીધી હતી. મોર્ગને છેલ્લા કેટલાક વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ચાલુ વર્ષે તેની કેપ્ટનશિપમાં ઇંગ્લેન્ડે પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો. ઈયોન ડાબોડી બેટ્સમેન છે અને મિડલ ઓર્ડરમાં ઝડપથી રન બનાવવા માટે જાણીતો છે.
આ પહેલા આઈપીએલની બે સીઝનમાં કોઈએ મોર્ગનને ખરીદ્યો ન હતો. તે સૌથી પહેલા 2010માં સામેલ થયો હતો. તેને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 2.20 કરોડ રુપિયામં ખરીદ્યો હતો. જોક તેને ખાસ તક મળી ન હતી. આ સિઝન પછી તેને બહાર કરી દીધો હતો. આઈપીએલ 2011 પહેલા કોલકાતા નાઇટ રાઇડર્સે 3.50 કરોડ રુપિયામાં તેને પોતાની સાથે જોડ્યો હતો. તે 3 વર્ષ આ ટીમ સાથે રહ્યો હતો. આઈપીએલ-2014માં તે ઇંગ્લેન્ડની વન-ડે શ્રેણીના કારણે રમ્યો ન હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion