શોધખોળ કરો
MI vs DC IPL 2020 : મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 201 રનનો ટાર્ગેટ આપ્યો
આઈપીએલ 2020ના ક્વોલિફાયર-1 મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સને જીત માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે.

આઈપીએલ 2020ના ક્વોલિફાયર-1 મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સને જીત માટે 201 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 200 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી ઈશાન કિશને સૌથી વધુ 55 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 51 રન કર્યા હતા. જ્યારે હાર્દિક પંડ્યાએ આક્રમક ઈનિંગ રમતા માત્ર 14 બોલમાં 5 સિક્સની મદદથી નોટઆઉટ 37 રન ફટકાર્યા હતા. દિલ્હી તરફથી અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. માર્કસ સ્ટોઈનિસ અને એનરિચ નોર્ટજેએ 1-1 વિકેટ ઝડપી હતી.
મુંબઈ ટીમ : રોહિત શર્મા(કેપ્ટન), કવિન્ટન ડિકોક(વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, પોલાર્ડ, કૃણાલ પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ
દિલ્હી ટીમ : શિખર ધવન, પૃથ્વી શો, રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ડેનિયલ સેમ્સ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, અને એનરિચ નોર્ટજે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બોલિવૂડ
દેશ
દુનિયા
Advertisement
