શોધખોળ કરો
Advertisement
IPL 2020 RR vs RCB: બેંગ્લોરે રાજસ્થાનને 8 વિકેટથી આપી હાર, કોહલીના અણનમ 72 રન
મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
IPL 2020 RR vs RCB: ક્રિકેટના મહાકુંભ ગણાતી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 15મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હાર આપી હતી. 155 રનના લક્ષ્યાંકને આરસીબીએ 19.1 ઓવરમાં પાર પાડ્યો હતો. વિરાટ કોહલીએ 53 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. દેવદત્ત પડ્ડીકલ 45 બોલમાં 63 રન બનાવી આઉટ થયો હતો. તેણે કોહલી સાથે બીજી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાન તરફથી આર્ચર અને શ્રેયસ ગોપાલે 1-1 વિકેટ લીધી હતી.
આ પહેલા આજની મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં વિકેટના નુકસાન પર રન બનાવ્યા હતા. ચહલે 4 ઓવરના સ્પેલમાં 24 રન આપી 3 વિકેટ ઝડપી હતી. રાજસ્થાન રોયલ્સનો મિડલ ઓર્ડર ફરી નિષ્ફળ રહ્યો હતો. જોસ બટલરે 22, સ્ટીવ સ્મિથે 5, સંજુ સેમસને 4, રોબિન ઉથપ્પાએ 17, મહિલાપ લોમરોરે 47 અને રિયાન પરાગે 16 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સની પ્લેઈંગ ઇલેવન:
સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સંજુ સેમસન, જોસ બટલર (વિકેટકીપર), રોબિન ઉથપ્પા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, ટોમ કરન, જયદેવ ઉનડકટ, જોફરા આર્ચર, રાહુલ તેવટિયા અને મહિપાલ લોમરોર
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવ:
વિરાટ કોહલી (કેપ્ટન), આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, એબી ડીવિલિયર્સ (વિકેટકીપર), ગુરકિરત સિંહ માન, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ઇસુરુ ઉદાના, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝામ્પા અને નવદીપ સૈની
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement